________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૫૪ અહા...! પોતાની પર્યાયમાં જે વ્યવહારનું (–શુભભાવનું ) જ્ઞાન છે તે વ્યવહાર જ્ઞેય છે અને આત્મા જ્ઞાન છે–એવું જ્યાં નથી ત્યાં વ્યવહારથી લાભ થાય એ કયાં રહ્યું? ભગવાન! તું સ્વરૂપથી એવો છો જ નહીં. રાગ આવે, હોય એ બીજી વાત છે; પણ એનાથી તને લાભ થાય એવું વસ્તુસ્વરૂપ જ નથી.
એમ તો છ એ દ્રવ્ય અનાદિ છે, તે પ્રત્યેક સતરૂપે છે, અસતરૂપે નથી. શું કીધું? ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા ’–એમ નથી. પોતાની શુદ્ધ એક શાયક વસ્તુની અપેક્ષાએ જગત મિથ્યા-અવસ્તુ ભલે હો, પરંતુ પોતપોતાની અપેક્ષાએ તો છ એ દ્રવ્યો–પ્રત્યેક અનાદિ સત્-વિધમાન છે. અહાહા...! એક એક દ્રવ્ય અનંતગુણથી ભરેલું સ્વયંસિદ્ધ સત્ છે. પણ એ મારા જ્ઞાનનું જ્ઞેય છે એ વાત, કહે છે, મને ખટકે છે, કેમ કે તે મારું વાસ્તવિક જ્ઞેય નથી. હવે આમ છે જ્યાં ત્યાં તે મારાં અને મારા હિતકારી એ વાત કયાં રહી? ભાઈ ! આ તારા હિતની વાત છે હોં. પોતાને સૂઝ પડી જાય એવી ચીજ છે, કોઈને પૂછવું ન પડે.
અહાહા...! કહે છે-એક જાણપણારૂપ શક્તિ, બીજી જણાવાયોગ્ય શક્તિ અને ત્રીજી અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ એવા ત્રણભેદ મારું સ્વરૂપમાત્ર છે. મતલબ કે એ ત્રણેય હું જ છું; શેય પણ હું, જ્ઞાનપણ હું અને જ્ઞાતા પણ હું–એ ત્રણેય સ્વરૂપ હું છું, પરશેય હું છું એમ નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર અને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ શ્રદ્ધા-વિનય-ભક્તિનો જે વિકલ્પ ઉઠે તે હું છું, એમ નથી કેમ કે એ બધા પ૨જ્ઞેય છે. અહાહા...! પ્રભુ! તારી અંદરની ચીજ તો જો! શું ચીજ છે! વીતરાગ... વીતરાગ... વીતરાગ... એકલું વીતરાગ વિજ્ઞાન!!
* ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણતું નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com