________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ભિન્ન વસ્તુ તારી કયાંથી હોય? એ બધા મારા છે, મારું ભલું કરનારા છે એ વાત દૂર રહો, એ તારા જ્ઞય થાય એમ સંબંધ પણ નથી, કેમકે શેય પોતે, જ્ઞાન પણ પોતે અને જ્ઞાતા પણ પોતે જ છે અહાહા..! કહે છે ય પણ હું, જ્ઞાન પણ હું અને જ્ઞાતા પણ હું. એવી ચેતના સર્વસ્વ વસ્તુ હું છું. મારગ બહુ સૂક્ષ્મ અને ગંભીર છે ભાઈ ! એમાં મોં-માથુ સૂઝે નહીં એટલે લોકો ક્રિયાકાંડમાં જોડાઈ જાય અને એની પ્રરૂપણા કરે પણ એ બધા મિથ્યાભાવ ને બધી મિથ્યા પ્રરૂપણા છે ભાઈ ! એનાથી મિથ્યાત્વ પુષ્ટ થશે, ધર્મ નહીં થાય. અરે! લોકો કુગુરુ વડે લૂંટાઈ રહ્યા છે!
ત્યારે કોઈ વળી પૂછે છે-એ કેમ ખબર પડે કે આ ભાવલિંગી સાધુ છે કે દ્રવ્યલિંગી સાધુ છે?
અરે ભાઈ ! જો તને તારા માટે નિર્ણય કરવો છે તો સાંભળ, જ્યાં પ્રરૂપણા જ ચોખી ઉંધી હોય ત્યાં આ મિથ્યાત્વ છે એમ ખબર પડી જ જાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ જે પરજ્ઞય તરીકે તારા જ્ઞાનમાં જણાય છે તેને ધર્મનું કારણ માનેમનાવે, એનાથી ધર્મ થશે એમ પ્રરૂપણા કરે-એ બધું ધૂળ મિથ્યાત્વ છે. તને આ આકરું લાગે એવું છે. પણ ગઈકાલે કહ્યું નહોતું? કે વ્યવહારનો નિષેધ કરીએ છીએ તે તારો નિષેધ કરવા માટે નહીં, કેમ કે તું એવો (વ્યવહારરૂપ) છો જ નહીં તો પછી તારો નિષેધ કયાં આવ્યો પ્રભુ? ય-જ્ઞાન-જ્ઞાતા સ્વરૂપે તું આત્મા છો ને ભગવાન! તો એમાં તારો અનાદર કયાં આવ્યો? ઉલટાનો એમાં તો સ્વનો આદર આવ્યો છે.
* ઇન્દ્રિયજ્ઞાન શેય બદલ્યા કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com