________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૫ર ભગવાન સર્વજ્ઞદેવ સમવસરણમાં બિરાજી રહ્યા હોય તે તારું શેય અને તું જ્ઞાયક એમ છે નહિ. ભગવાન સંબંધી કે તેમની વાણી સંબંધી પર્યાયમાં તને જે જ્ઞાન થયું તે જ્ઞયને ( જ્ઞાનદશાને) તું જાણે છે. માટે, શેય પણ પોતે, જ્ઞાન પણ પોતે અને અનંતગુણધામ જ્ઞાતા પણ પોતે જ છે.
અરે! તું બહારમાં ભટક-ભટક કરે છે તો તારે કયાં જવું છે, પ્રભુ? આવે છે ને કે-“ભટકે તાર-દ્વાર લોકન કે, કૂકર આશ ધરી”
દસ વાગ્યે જમવાનો સમય થાય ત્યારે કૂતરો દાળ-ભાતશાકની ગંધ આવે એટલે, જાળી બંધ હોય ત્યાં આવીને ઉભો રહે; હમણાં મને કાંઈક મળશે એમ આશા ધરીને બિચારો ઘેર-ઘેર ભટકે. તેમ મારી જ્ઞાનની પર્યાય કયાંક પરમાંથી–નિમિત્તમાંથી આવશે એમ અભિપ્રાય કરી આ ભિખારી-પામર જ્યાં હોય ત્યાં ભટકે છે. પણ ભાઈ ! પરમાંથી તારું જ્ઞાન આવે એ વાત તો દૂર રહો, પર તારું શેય બને એમ પણ નથી, કેમ કે ય-જ્ઞાન ને-જ્ઞાતા તું જ છો. માટે પરની આશા છોડી દે. આનંદઘનજીએ કહ્યું છે કે
આશા ઔરન કી કયા કીજૈ, જ્ઞાન-સુધા-રસ પીજૈ,'
અહા! પરની આશા છોડીને, પરનું લક્ષ છોડીને અંતરલક્ષે જ્ઞાનરૂપી સુધારસ પીને પ્રભુ!
અજ્ઞાની કહે છે મારા ગુરુ છે, મારા ભગવાન છે, મારા દેવ છે, મારું મંદિર છે. પણ ભાઈ ! એ તો બધી પ્રત્યક્ષ
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com