________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૧ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી શેય છે-એમ તો નથી” ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પરમાણુથી માંડી ને મહાત્કંધ, કર્મ આદિ મારાં જ્ઞય છે ને હું જ્ઞાયક છું, એમ નથી એમ કહે છે. અહા ! કર્મ મારા છે, મારામાં છે એમ તો નથી, પણ કર્મ મારાં શેય છે ને હું જ્ઞાયક છું એમ પણ નથી, અજ્ઞાની પોકાર કરે છે કે કર્મથી આમ થાય છે ને કર્મથી તેમ થાય છે, પણ અરે! સાંભળ તો ખરો નાથ ! કર્મ તો તને અડતાંય નથી. વાસ્તવમાં તારા જ્ઞાનનું સામર્થ્ય જ એવું છે કે તેમાં પરની અપેક્ષા જ નથી.
અહાહા..! “છ દ્રવ્યો મારા જ્ઞય-એમ તો નથી. તો કેમ છે? આમ છે-જ્ઞાનજ્ઞેયજ્ઞાતૃમસ્તુમાત્ર: શેય:' જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, જ્ઞેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર-એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે એવા શેયરૂપ છું.”
શું કહે છે? કેમ કે જાણપણા શક્તિરૂપ હું, જણાવાયોગ્ય શક્તિરૂપ પણ હું ને અનંતશક્તિરૂપ વસ્તુ-જ્ઞાતા પણ હું છું અહાહા ! અનંત ગુણનિધાન પ્રભુ આત્મામાં એક જાણવારૂપ શક્તિ છે, ને એક જ્ઞયશક્તિ-પ્રમેયશક્તિ પણ છે, એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જ્ઞાનની જેમ જ્ઞયશક્તિનું-પ્રમેયશક્તિનું વ્યાપકપણ છે. તેથી જે પ્રમેય-શેય પર્યાય છે તે પણ હું, જ્ઞાન પણ હું અને અનંતશક્તિનું ધામ જ્ઞાતા પણ હું છું.
અહો! બહુ સરસ વાત છે ભાઈ ! તારે પર સામે કયાંય જોવાનું જ નથી. ભગવાન સર્વજ્ઞદેવ સામેય તારે જોવાનું નથી. કેમ કે
* ઈન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com