________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૪૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
એ સંબંધ તો વ્યવહારે કહ્યો છે. નિશ્ચયથી તો છ એ દ્રવ્યોનું જ્ઞાન મારી પર્યાયમાં મારાથી થયું છે, છ દ્રવ્યોની હયાતીને કારણે થયું નથી, જુઓ, છ દ્રવ્યો છે, પણ છ દ્રવ્યોની હયાતીને કારણે મારું જ્ઞાન થયું નથી, પણ મારી પર્યાયની તાકાતથી એ જ્ઞાન થયું છે. ભાઈ! આ તો ભગવાનની વાણીમાંથી નીકળેલું એકલું અમૃત છે અહો! દિગંબર સંતોએ જગત સમક્ષ આવી વાત મૂકીને પરમામૃત રેલાવ્યું છે! આવી વાત બીજે કયાંય છે નહિ.
અહા ! કહે છે-જે છ દ્રવ્યો છે તેનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાન મારું જ્ઞેય છે, છ દ્રવ્યો મારાં શેય નહિ. છ દ્રવ્યોના જાણવામાત્ર હું નથી.
પ્રશ્ન:- જ્ઞાનની પર્યાય (૫૨) શેયના કારણે થઈ છે ને? એમ કે જ્ઞેય છે તો જ્ઞાન થયું છે ને?
સમાધાનઃ- ના, એમ નથી, એ જ્ઞાન તો પોતાની પર્યાયના સામર્થ્યથી જ થયું છે, અને તેથી પોતાની પર્યાય જ પોતાનું શેય છે ૧૨મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો છે પણ એનો અર્થ એ છે કે તે-તે પ્રકારની જ્ઞાનની પર્યાય સ્વયં પોતાથી થાય છે. વ્યવહારનો જે રાગ છે એવું જ તેનું જ્ઞાન પોતાની પર્યાય સ્વયં પોતાથી થાય છે. વ્યવહારનો જે રાગ છે એવું જ તેનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી જ ઉત્પન્ન થાય છે. જ્ઞાનનો એવો જ કોઈ સ્વપરપ્રકાશક સ્વભાવ છે, એને ૫૨ની કોઈ અપેક્ષા નથી. માટે પોતાની પર્યાય જ પોતાનું જ્ઞેય છે, પણ તે-તે વ્યવહાર રાગ શેય નથી. આ તો ધીરાનાં કામ બાપુ!
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે ૫૨ને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com