________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ત્યારે કોઈ કહે છે-શું ભગવાન લોકાલોકને નથી જાણતા? આત્મા જ્ઞાયક છે તો છ દ્રવ્યો એનાં શેય છે કે નહિ? કેવળજ્ઞાનના છ દ્રવ્યો શેય છે કે નહિ? કોઈ વળી કહે છે કે-નિશ્ચયથી નથી, વ્યવહારે છે.
અરે ભાઈ ! “વ્યવહારે છે” નો અર્થ શું? એ જ કે એમ છે નહિ. પોતાનામાં પોતાની જ્ઞાનપર્યાયમાં-લોકાલોકનું જ્ઞાન પોતાના કારણે થાય છે; તે જ્ઞાનપર્યાય પોતાનું જ્ઞય છે, પણ લોકાલોક શેય નથી. બહુ ઝીણી વાત! આ તો ધીરાના કામ બાપુ! આ કાંઈ એકદમ ઉતાવળથી (અધીરાઈથી) મળી જાય એવી વસ્તુ નથી.
અહાહા...! કહે છે- “સ: શેય: 7 pવ” હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છે તે હું યરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી ? “જ્ઞયજ્ઞાનમાત્ર:” પોતાના જીવથી ભિન્ન છે દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર. ભાવાર્થ આમ છે કે-હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારા શય-એમ તો નથી.
જુઓ, આ શું કીધું? કે ચૈતન્યમાત્ર ભગવાન શાયકથી ભિન્ન છ દ્રવ્યોના જાણપણામાત્ર હું નથી, હું તો મારી જ્ઞાનની પર્યાયને શેય બનાવીને જાણવાવાળો છું. લ્યો, હવે વ્યવહાર-દયા, દાન, વ્રત આદિનો રાગ જ્ઞય અને આત્મા જ્ઞાયક-એમ પણ જ્યાં નથી તો વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત કયાં રહી પ્રભુ? લ્યો, આવો અર્થ!
પણ આવો અર્થ કેમ કરીને કાઢવો? બાપુ! તું ધંધામાં નામાના અર્થ કેમ કરીને કાઢે છે? એની રુચિ છે ને? એટલે ત્યાં તો
* મોહરાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com