________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૪૬ જ્ઞાયકનાં) અને ભગવાન આત્મા પ્રમાતા-પ્રમાણ કરવાવાળો છે એમ પણ નથી. ભાઈ ! આ તો સર્વ તરફથી પરથી સંકેલી લેવાની વાત છે. આકરું કામ છે બાપા ! કેમ કે અનંતકાળમાં એણે કર્યું નથી; પણ એના વિના (ભેદજ્ઞાન વિના) ભવનો આરો આવે એમ નથી. સમજાણું કાંઈ..?
અહાહા..! કહે છે-જીવવસ્તુ જ્ઞાયક અને પુદ્ગલથી માંડીને ભિન્ન છ દ્રવ્યો એના જ્ઞય-એમ વસ્તુ સ્વરૂપ નથી, કેમ કે છ દ્રવ્યો જે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે જ્ઞાનની પર્યાય તે-તે શયના કારણે થઈ નથી પણ સ્વપરને પ્રકાશતી થકી પોતાથી–પોતાના સામર્થ્યથી પ્રગટ થઈ છે. માટે પોતાની જ્ઞાનની પર્યાય જ પોતાનું જ્ઞય છે. લ્યો, આવી ખૂબ ગંભીર વાત!
હવે કહે છે-“જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે-” શરુ ગયે : જ્ઞાનમાત્ર: ભાવ: રિમ “હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું” “સ: શેય: ” તે હું શેયરૂપ છું.
અહાહા..! જોયું? શું કીધું? જાણવા-દેખાવારૂપ ચેતના જેનું સર્વસ્વ છે એવા વસ્તુ સ્વરૂપે હું છું અને તે હું શેયરૂપ છું. મતલબ કે એ છ દ્રવ્યોનું જ્ઞયપણુ મને છે અર્થાત્ છ દ્રવ્યો મારા શેય છે એમ છે નહિ. મારી જ્ઞાનની પર્યાય તે જ મારામાં ય છે. અહા ! આ છેલ્લા કળશોમાં ભારે સુક્ષ્મ ગંભીર વાતો કરી છે.
ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ નથી એમ અહીં કહે છે.
* ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com