________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
આત્મા જ્ઞાયક છે ને અરહંતાદિ પંચપરમેષ્ઠી ને અન્ય જીવ એના જ્ઞય છે–એમ છે નહિ એમ કહે છે ગજબ વાત છે ભાઈ ! બાપુ! આ તો શેય-જ્ઞાયક નો વ્યવહાર સંબંધ છોડાવીને ભેદજ્ઞાન કરાવવાની વાત છે. સમજાય છે કાંઈ?
ઝીણી વાત છે પ્રભુ! કહે છે-જાણગસ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક છે અને અનંત કેવળીઓ, સિદ્ધો અને સંસારી જીવો એના જ્ઞય છે–એવું છે નહિ તથા જીવ-વસ્તુ જ્ઞાયક છે ને એક પરમાણુથી માંડીને અચેતન મહાકંધ પર્વતના સ્કંધ અને કર્મ આદિ એનાં શેય છે-એવું છે નહિ. જૈન તત્ત્વ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે-આત્મા જ્ઞાયક છે ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞય છે-એમ છે નહિ. સમયસારની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે વ્યવહાર (રાગ,) જાણેલો પ્રયોજનવાન છે, પણ ત્યાં એને “જાણેલો કહ્યો એ વ્યવહાર છે, કેમ કે ખરેખર તો તે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે અને તે પર્યાય જ પોતાનું જ્ઞય છે. રાગને શેય કહેવો એ તો વ્યવહાર છે.
આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નો રાગ, નવતત્ત્વની ભૂદવાળી શ્રદ્ધાનો રાગ ને પાંચ મહાવ્રતના પરિણામનો રાગ કે જે છ દ્રવ્યોમાં આવી જાય છે તે, પોતાનો સ્વભાવ તો નથી પણ ખરેખર તે પોતાનું જ્ઞય પણ નથી, પરવસ્તુ છે. આ શરીર અને તેની રોગ, વાર્ધકય આદિ જે અનેક અવસ્થાઓ થાય છે, તથા સ્ત્રી-કુટુંબપરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર, ધન-સંપત્તિ ઇત્યાદિ પરદ્રવ્ય ભગવાન જ્ઞાયકમાં તો નથી, પણ એ પરદ્રવ્ય જ્ઞય છે, પ્રમેય છે (ભગવાન
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com