________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૪૪
એવો ચિત્સ્વભાવ છે, દષ્ટિના વિષયમાં ચાર ભેદ નથી. દ્રવ્ય છે તે જ પરમપારિણામિક ભાવ છે. ક્ષેત્ર છે તે જ પરમપારિણામિક ભાવ છે, ત્રિકાળ વસ્તુ છે તેય પ૨મ પારિણામિક ભાવ છે અને અનંત સ્વભાવ-ભાવ છે તેય પ૨મ પારિણામિક ભાવ છે; માટે તે ચાર એક જ ચીજ છે, પણ તે ચાર શુદ્ધ ચિસ્વરૂપથી ભિન્ન-ભિન્ન ચીજ છે એમ નથી. અહા! આવી અભેદ એક શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ભાઈ! બાહ્ય નિમિત્ત તો સમ્યગ્દર્શનનો વિષય નહીં, વ્યવહારનો રાગેય નહીં ને એક સમયમાં પ્રગટેલી નિર્મળ નિર્વિકાર પર્યાય પણ સમ્યગ્દર્શનનો વિષય નથી. અહો ! સમ્યગ્દર્શન અને એનો વિષય આવી પ૨મ અદ્દભૂત અલૌકિક વસ્તુ છે.
અહીં કહે છે-પદ્રવ્ય જ્ઞેય ને ભગવાન આત્મા જ્ઞાયક-એમ શેય-જ્ઞાયક-સંબંધ છે એવી ભ્રાંતિ છે, અર્થાત્ એવી વાસ્તવિક જ્ઞેયજ્ઞાયક સંબંધ છે નહિ. વાસ્તવમાં તો જ્ઞાન-જાણ પણારૂપ શક્તિ, શેય-જે જાણવામાં આવે છે તે, અને જ્ઞાતા-અનંત ગુણના પિંડરૂપ વસ્તુ-એ બધું એક વસ્તુ છે એમ કહે છે. જુઓ, શું કહે છે? કે
66
શેય જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવ-વસ્તુ જ્ઞાયક, પુદ્દગલથી માંડીને છ દ્રવ્યો શેય છે; પરંતુ એમ તો નથી...
,,
જુઓ, અહીં છ દ્રવ્યો કહ્યાં એમાં અનંત કેવળી ભગવંતો આવી ગયા, અનંતા સિદ્ધ આવી ગયા, પંચ પરમેષ્ઠી આવી ગયા અને અનંતા નિગોદના જીવો સહિત સર્વ સંસારી જીવ આવી ગયા. તો,
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com