________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૧ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી મિથ્થાબુદ્ધિ છે. અર્થાત્ રાગને જાણનારી જે જ્ઞાનપર્યાય છે તે જ પર્યાય સ્વને જાણનારી છે. પરંતુ તેમાં (સ્વમાં) તારી નજર નહીં હોવાથી તને રાગ અને પર્યાય જ જણાય છે. જે મિથ્યાબુદ્ધિ, મિથ્યાદષ્ટિ છે.
પણ જેની (જ્ઞાનીની) દષ્ટિ પરદ્રવ્ય અને તેના ભાવ ઉપરથી છૂટી ગઈ છે તેમ પર્યાયના ભેદ ઉપરથી પણ જેનું લક્ષ છૂટી ગયું છે અને અન્યદ્રવ્યના ભાવથી પણ લક્ષ છૂટયું એટલે કે રાગથી લક્ષ છૂટયું તો, પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. આવી વાત છે બાપુ! ૩૦રા!
(જ્ઞાયકભાવ પુસ્તક પાનું-૨૫) અરે! ૧૭-૧૮ ગાથામાં તો એમ કહ્યું છે કે તેની વર્તમાન જ્ઞાનપર્યાયમાં આખું દ્રવ્ય જ જણાય છે. ઝીણી વાત છે બાપા! પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે. જેની પ્રભુતાની પૂર્ણતાનું કથન કરવું પણ કઠણ પડે એવો તું સર્વોત્કૃષ્ટ નાથ! અંદર બિરાજે છે.
તો, આ એવો સર્વોત્કૃષ્ટ નાથ! એક સમયની પર્યાયમાં જે પડેલો છે, તે અજ્ઞાનીને પણ સમીપમાં છે, નજરમાં છે, કેમકે પર્યાય સ્વભાવ જ એવો છે. શું કહ્યું? કે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે આખા (પૂર્ણ) દ્રવ્યને જ એ જાણે છે. કહે છે કે એક સમયની જ્ઞાનની વર્તમાન ઉઘડલી જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ અજ્ઞાનની દષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ, ત્યાં આગળ જ એ ઉભો છે તેથી મિથ્યાદષ્ટિ છે, સત્ય દષ્ટિથી વિરુદ્ધ દષ્ટિવાળો છે. પરંતુ સત્ય
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com