________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૪૦ પર્યાય છે. અહા ! ઝીણી વાત છે ભાઈ ! આ અનંતકાળની મૂળ ચીજનો અભ્યાસ જ નથી ને! તેથી વાત ઝીણી લાગે છે.
અહા! અહીયા “તે જ છે, બીજો કોઈ નથી' એમ છે ને? તો, “બીજો કોઈ નથી' એટલે કે તે પરનું-રાગનું જ્ઞાન નથી અર્થાત્ જાણનાર જાણે છે માટે જાણનારે પરને જાણ્યું છે કે પરને જાણનારુ જ્ઞાન છે, એમ નથી. અહા ! શબ્દ શબ્દ ગૂઢતા છે કેમ કે આ તો સમયસાર છે ને? અને તેમાંય પણ કુંદકુંદાચાર્ય! અહા ! ત્રીજે નંબરે આવ્યા ને!
મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો...// ૩૦૧ાા
(“જ્ઞાયકભાવ” પુસ્તક પાનું-૧૨) એકવાર સાંભળ, કે તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે, તેનો વપરપ્રકાશક સ્વભાવ હોવાથી, ભલે તારી નજર ત્યાં ન હોય તો પણ, તે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે, અરેરે! આ વાત કયાં છે? અરે! ક્યાં જાવું છે ને પોતે કોણ છે? તેની ખબર જ નથી, અહા! ત્રિલોકનાથ એમ કહે છે કે ભગવાન આત્મા! પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં-અજ્ઞાન હોય તોપણ, પર્યાયમાં જણાય જ છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. માટે તે પર્યાયમાં સ્વ (આત્મા) પ્રકાશે તો છે જ, પણ તારી નજર ત્યાં નથી. તારી નજર દયા કરી, વ્રત પાળ્યાં ભક્તિ કરી અને પૂજાઓ કરી-એવો જે રાગ છે તેના ઉપર છે. અને તે નજરને લઈને તેને રાગ જ જણાય છે જે
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com