________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ઉત્તર:- વિષયોમાં એકાકાર થયેલાં જ્ઞાનને વિશેષ જ્ઞાન એટલે કે મિથ્યા જ્ઞાન કહે છે. અને તેનું લક્ષ છોડીને એકલા સામાન્ય જ્ઞાન સ્વભાવના આલંબનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને સામાન્યજ્ઞાન એટલે કે સમ્યજ્ઞાન કહે છે. જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈને પ્રગટ થયેલા સામાન્ય જ્ઞાન–વીતરાગી જ્ઞાન કહે છે ને તેને જૈનશાસન કહે છે, આત્માનુભૂતિ કહે છે. સામાન્યજ્ઞાનમાં આત્માના આનંદ નો સ્વાદ આવે છે. વિશેષજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્માના આનંદનો સ્વાદ આવતો નથી. પણ આકુળતાનો-દુ:ખનો સ્વાદ આવે છે, ૫૨દ્રવ્યને અવલંબીને જે જ્ઞાન થયું તે વિશેષજ્ઞાન છે. ભગવાનની વાણી સાંભળીને જે જ્ઞાન થયું તે ઇન્દ્રિયજ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે, તે આત્માનું જ્ઞાન-અતીન્દ્રિય જ્ઞાન-સામાન્ય જ્ઞાન નથી. જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું છે તે સામાન્ય જ્ઞાનને પોતાનું જ્ઞાન જાણે છે અને ૫૨ને જાણતું ઇન્દ્રિયજ્ઞાન જે અનેકાકારરૂપ પરસત્તાવલંબી જ્ઞાન થાય છે તેને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમ ૫૨શેયને પોતાના માનતો નથી તેમ પરના જ્ઞાનને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમાં આનંદનો સ્વાદ આવે છે તેને પોતાનું જ્ઞાન માને છે.।। ૨૯૫ ।। (જ્ઞાનગોષ્ઠિ, પ્રશ્ન-૨૯૯ ) (આત્મધર્મ અંક-૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પાનું-૨૨૨૯) પ્રશ્ન:- શું ખંડખંડ જ્ઞાન-ઇન્દ્રિય જ્ઞાન પણ સંયોગરૂપ છે?
ઉત્તર:- હા, વાસ્તવમાં તો ખંડખંડ જ્ઞાન પણ ત્રિકાળી સ્વભાવની અપેક્ષાથી સંયોગ રૂપ છે. જેમ ઇન્દ્રિયો સંયોગ રૂપ છે તેમ તે પણ સંયોગરૂપ છે. જેવી રીતે શરીર જ્ઞાયકથી અત્યંત ભિન્ન છે, તેવી રીતે ખંડખંડ જ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન પણ જ્ઞાયકથી ભિન્ન છે, સંયોગરૂપ છે,
* ઇન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, દુ:ખનું કા૨ણ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com