________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
તો આત્માથી જણાય છે. શુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે પણ અશુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે નહીં -અને આનંદ આવ્યા વિના આત્મા ખરેખર જાણવામાં આવતો નથી.।। ૨૯૧।।
(જ્ઞાનગોષ્ટિ, સમ્યગ્નાન. પ્રશ્ન-૨૮૮) (આત્મધર્મ અંક-૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પાનું-૨૪)
પ્રશ્ન:- શું ઇન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનનું કારણ નથી ?
ઉત્ત૨:- અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડખંડ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં. આંખથી હજારો શાસ્ત્ર વાંચ્યા કે કાનથી સાંભળ્યા એ ઇન્દ્રિયજ્ઞાન છે, આત્માજ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય-જ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહીં આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં.।। ૨૯૨૫
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્ન નં. ૨૯૦) (આત્મધર્મ અંક-૪૧૨ ફેબ્રુઆરી ૧૯૭૮, પાનું-૩૭)
પ્રશ્ન:- ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી તો પછી આપ જ બતાવો કે તે આત્મા કેમ જાણવામાં આવે ?
ઉત્ત૨:- ભગવાનની વાણી એ શ્રુત છે-શાસ્ત્ર છે, શાસ્ત્ર પૌદ્ગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે. કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. માટે તેને પણ
* હું ૫૨ને જાણું છું - તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com