________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૩૪ પરથી ભિન્ન પડી નિર્મળ પર્યાયને પ્રગટ કરી તે જિતેન્દ્રિય જિન થાય છે. ૨૮૮ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૮) દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ ત્રણેયને ઈન્દ્રિય કહે છે. તે સર્વનું લક્ષ છોડીને પોતાના જ્ઞાન સ્વભાવ વડ પરથી અધિક-ભિન્ન એવા નિજ પૂર્ણ શુદ્ધ ચૈતન્યનો જે અનુભવ કરે છે તેને નિશ્ચયનયના જાણનાર ગણધરદેવ જિતેન્દ્રિય જિન અને ધર્મી કહે છે. IT ૨૮૯ )
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૯) શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યન્દ્રિય, ખંડખંડ જ્ઞાનરૂપ ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો-કુટુંબ પરિવાર, દેવ, શાસ્ત્ર, ગુરુ ઇત્યાદિ બધાય પરય છે અને જ્ઞાયક સ્વયં ભગવાન આત્મા સ્વય છે. વિષયોની આસક્તિથી તે બન્નેનો એક જેવો અનુભવ થતો હતો. નિમિત્તની રુચિથી શેય-જ્ઞાયકનો એક જેવો અનુભવ થતો હતો. પણ જ્યારે ભેદજ્ઞાન વડે ભિન્નતાનું જ્ઞાન થયું ત્યારે જ્ઞયજ્ઞાયક સંકર દોષ દૂર થયો. ત્યારે હું તો એક અખંડ જ્ઞાયક છું, શયની સાથે મારે કાંઈ સંબંધ નથી” આવું અંદરમાં (સ્વસંવેદન) જ્ઞાન થયું. આ પહેલા પ્રકારની સ્તુતિ થઈ. // ૨૯૦ના
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૩૧) પ્રશ્ન:- શાસ્ત્ર દ્વારા મનથી આત્મા જાણ્યો હોય તેમાં આત્મા જણાયો છે કે નહિ?
ઉત્તરઃ- એ તો શબ્દ જ્ઞાન થયું, આત્મા જણાયો નથી. આત્મા
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com