________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૩૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
શાસ્ત્ર હોય તેવું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાની એમ માને છે કે શાસ્ત્રથી જ્ઞાન થયું. શૈય-જ્ઞાયકનો અતિ નિકટ સંબંધ હોવાથી પરસ્પર શેય જ્ઞાયકરૂપ અને જ્ઞાયક શેયરૂપ એમ બન્ને એકરૂપ હોય એવો તેને ભ્રમ થાય છે. ખરેખર એમ નથી, છતાં આવી માન્યતા તે અજ્ઞાન છે. જેવી વાણી હોય તેવા પ્રકારનું જે જ્ઞાન થાય છે તે પોતાનાં કા૨ણે છે, વાણીના કારણે નહીં. ૫૨સત્તાવલંબી જ્ઞાન પણ પરથી થયું છે–એમ માનવું તે અજ્ઞાન છે. જ્ઞેય-જ્ઞાયક સંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને જ્ઞાન અને શેય પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, પરંતુ એક થયા નથી.
પ્રશ્ન:- વાણી સાંભળી માટે જ્ઞાન થયું, પહેલા તો તે ન હતું? ઉત્તર:- ભાઈ! તે કાળે તે (જ્ઞાનની) પર્યાયની તે પ્રકારના શેયને જાણવાની યોગ્યતા હતી. તેથી જ્ઞાન પોતાથી થયું છે, વાણીના કારણે નહીં. પ્રવચનસારમાં આવે છે કે વીતરાગની વાણી પુદ્દગલ છે, તેનાથી જ્ઞાન થાય નહીં, જ્ઞાનસૂર્ય પ્રભુ પોતે જાણનાર છે. તે સ્વને જાણતા ૫૨ને સ્વતઃ જાણે છે. ૫૨થી તો તે જાણે નહી, પણ પર છે માટે ૫૨ને જાણે છે એમ પણ નથી.।। ૨૮૭।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૭)
જેણે ૫૨થી અધિકપણે-ભિન્નપણે પૂર્ણ આત્મને જાણ્યો, સંચેત્યો અને અનુભવ્યો તેણે ઇન્દ્રિયોના વિષયોને જીત્યા. જડ ઇન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેના વિષયભુત પદાર્થો એ ત્રણેય જ્ઞાનનું પરશેય છે. એ ત્રણેયને જેણે જીત્યાં એટલે એ સર્વથી જે ભિન્ન પડયો તે જિન થયો, જૈન થયો. સ્વ-પરની એકતા બુદ્ધિ વડે તે અજૈન હતો. હવે
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com