________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૩ર (કરવો પડતો નથી.) આહાહા! તે વાળવા વાળો કોણ? દિશા ફેરવવા વાળો કોણ? પોતે. પરની દિશાના લક્ષ તરફ દશા છે એ દશા સ્વલક્ષ પ્રતિ વાળતાં શુદ્ધતા વા ધર્મ પ્રગટ થાય છે. અરે ! જે પરય છે અને સ્વજ્ઞય માની આત્મા મિથ્યાત્વથી જીતાઈ ગયો છે. (હણાઈ ગયો છે.) હવે તે પરજ્ઞયથી ભિન્ન પડી, સ્વય જે એક અખંડ ચૈતન્યસ્વભાવ તેની દષ્ટિ અને પ્રતીતિ ક્યાં કરી ત્યાં ભાવેન્દ્રિય પોતાથી સર્વથા ભિન્ન જણાય છે. તેને ભાવેન્દ્રિય જીતી એમ કહેવાય છે. તેને સમ્યગ્દર્શન એટલે સાચું દર્શન કહેવાય છે. આ ર૮૬ /
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનુ-૧ર૬ ) દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયો એ ત્રણે જણાવાલાયક છે અને જ્ઞાયક આત્મા પોતે જાણનાર છે. એ ત્રણેય પરય તરીકે અને ભગવાન આત્મા સ્વય તરીકે જાણવાલાયક છે. ચાહે તો ભગવાન ત્રણલોકના નાથ હો, તેમની વાણી હો કે તેમનું સમવસરણ–તે બધુંય અતીન્દ્રિય આત્માની અપેક્ષાએ ઇન્દ્રિય છે. પરણેય તરીકે જણાવા લાયક છે. અને આત્મા ગ્રાહુક-જાણનાર છે. આમ હોવા છતાં ગ્રાહ્ય-ગ્રાહુક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે વાણીથી જ્ઞાન થાય છે એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે. શયાકારરૂપે જે જ્ઞાનની પર્યાય થાય છે તે જ્ઞાનનું પરિણમન છે, શેયનું નહીં, શયના કારણે પણ નહીં, છતાં યજ્ઞાયકના સંબંધની અતિ નિકટતા છે તેથી શયથી જ્ઞાન આવ્યું, યના સંબંધથી જ્ઞાન થયું એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે.
પહેલા જ્ઞાન ઓછું હતું, અને શાસ્ત્ર સાંભળતા નવું (વધારે) જ્ઞાન થયું તેથી સાંભળવાથી જ્ઞાન થયું એમ અજ્ઞાનીને લાગે છે.
જેવું
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com