________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
એવી એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વભાવ, સંકર-ખીચડો છે. જેની આવી માન્યતા છે તેણે જડની પર્યાય અને ચૈતન્યની પર્યાયને એક કરી છે. તેવી રીતે એક એક વિષયને (શબ્દ, રસ, રૂપ ઇત્યાદિ ) જાણવાની યોગ્યતાવાળો ક્ષયોપશમભાવ તે ભાવેન્દ્રિય છે. તે પણ ખરેખર પરશેય છે. પરજ્ઞેય અને જ્ઞાયકભાવની એકતાબુદ્ધિ તે સંસાર છે, મિથ્યાત્વ છે. ભાવેન્દ્રિયનો વિષય જે આખી દુનિયા, સ્ત્રી, કુટુંબ, દેવ, શાસ્ત્ર, ગુરુ—તે બધાંય ઇન્દ્રિયના વિષયો હોવાથી ઇન્દ્રિય કહેવામાં આવે છે. તે પણ પરશેય છે. એનાથી મને લાભ થાય એમ માનવું તે મિથ્યાભ્રાંતિ છે.।। ૨૮૪।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨ પાનુ-૧૨૬)
મિથ્યાદષ્ટિને નવ પૂર્વની જે લબ્ધિ પ્રગટ થાય છે તે અને સાત દ્વીપ તથા સમુદ્રને જાણે તેવું જે વિભંગ જ્ઞાન હોય છે તે ઇન્દ્રિયજ્ઞાન છે, ભાવેન્દ્રિય છે. તે નવ પૂર્વનું જ્ઞાન કે વિભંગ જ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરવામાં કાંઈ કામ આવતું નથી. ભાવેન્દ્રિયને જીતવી હોય તો પ્રતીતિમાં આવતાં અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે તેને સર્વથા જુદી જાણ. જ્ઞાનમાં તે પરશેય છે પણ સ્વજ્ઞેય નથી એમ
જાણ.।। ૨૮૫।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨ પાનુ-૧૨૬)
પર્યાયને અંતર્મુખ વાળતાં તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ અખંડ માં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. પર્યાય જે બહા૨ ની તરફ જતી હતી તેને જ્યાં અંતર્મુખ કરી ત્યાં તે (પર્યાય ) સ્વયં સ્વતંત્ર કર્તા થઈને અખંડમાં જ એકત્વ પામે છે. પર્યાયને રાગાદિ પર તરફ વાળતાં મિથ્યાત્વ પ્રગટ થાય છે. અને અંતર્મુખી વાળતાં પર્યાયનો વિષય અખંડ જ્ઞાયક થઈ જાય છે.
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com