________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૯ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ખંડપણે જાણે છે તે ભાવેન્દ્રિયો-ક્ષયોપશમ જ્ઞાન પણ ખરેખર ઇન્દ્રિય છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો જેમ શાયકનું પરય છે તેમ શબ્દ, રસ, રૂપ, ગંધ આદિને જાણનાર ભાવેન્દ્રિયો પણ નિશ્ચયથી જ્ઞાયકનું પરજ્ઞય છે; જ્ઞાયક ભગવાન આત્માનું તે સ્વય નથી. તેમજ ભાવેન્દ્રિયોથી જણાતા જે શબ્દ, રસ, ગંધ, સ્પર્ધાદિ પરપદાર્થો તે પણ પરય છે. સ્વયપણે જાણવા લાયક જ્ઞાયક અને પર તરીકે જાણવાલાયક પરય-એ બન્નેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ, અજ્ઞાન અને સંસારભાવ છે. એ ત્રણેયને (દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો, અને તેમના વિષયભૂત પદાર્થોને) જે જીતે એટલે કે પરણેય તરફનું લક્ષ છોડીને સ્વય જે શુદ્ધ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા છે તેનો અનુભવ કરે, તેને જાણે, વેદે અને માને તે સમ્યગ્દષ્ટિ છે અને તેને કેવળીની સાચી અથવા નિશ્ચય સ્તુતિ હોય છે. ૨૮૨
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૧) હવે ભાવેન્દ્રિયોને જીતવાની વાત કરે છે. જુદા જુદા પોત પોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. કાનનો ઉઘાડ શબ્દને જાણે, આંખનો ક્ષયોપશમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે ઇત્યાદિ પોત પોતાના વિષયોમાં વ્યાપાર કરી જે વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. આ બાહ્ય ઇન્દ્રિયોની વાત નથી. એક એક ઇન્દ્રિય પોત પોતાનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનને ખંડખંડ રૂપ જણાવે છે. જેમ દ્રવ્યેન્દ્રિયો અને આત્માને એકપણે માનવાં તે અજ્ઞાન છે. તેમ જ્ઞાનને ખંડખંડરૂપે જણાવનાર ભાવેન્દ્રિયો અને જ્ઞાયકને એકપણે માનવા એ પણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડખંડ ગ્રહણ
* ઇન્દ્રિયજ્ઞાન પદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com