________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨૮ છે. પોતાનો સ્વપર-પ્રકાશક સ્વભાવ હોવાથી પોતાને જાણતાં એ બધું સહજ જણાઈ જાય છે. પરંતુ એકલું પરને જ જાણવું એ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવમાં તન્મય થઈને પોતાને જાણતાં ૫૨ જણાઈ જાય, તેને વ્યવહાર કહે છે. આનું નામ સભ્યજ્ઞાન છે.।। ૨૭૯।। (શ્રી પ્રવચન રત્નાકાર ભાગ-૫ પાનું નં-૩૫૧ )
અહીં તો . સ્વદ્રવ્યને-આત્માને જાણવાની વાત છે. તેથી કહે છે–ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી જે બુદ્ધિઓ એટલે જ્ઞાનની અવસ્થાઓ-તે બધીને મર્યાદામાં લાવીને મતિજ્ઞાન તત્ત્વને આત્મ સન્મુખ કરતા આત્મા પ્રસિદ્ધ થાય છે. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાનનો જે પ૨સન્મુખ ઝૂકાવ છે તેને ત્યાંથી સમેટી લઈને સ્વસન્મુખ કરતાં ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે.।। ૨૮૦।।
(શ્રી પ્રવચનરત્નાકર ભાગ-૫ પાના નં-૩૫૩)
મતિજ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર પ્રતિ વાળી દીધું છે, ૫૨જ્ઞેયથી હઠાવીને મતિજ્ઞાનના સ્વરૂપને સ્વજ્ઞેયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. બાપુ! એને જાણ્યા વિના એમ ને એમ અવતાર પુરો થઈ જાય છે! અરેરે ! આવું સત્ય સ્વરૂપ સાંભળવા મળે નહીં તે બિચારા કે દિ' ધર્મ પામે ? કેટલાક તો મિથ્યાત્વને અતિ પુષ્ટ કરતાં થકાં સંપ્રદાયમાં પડયા છે. અહા ! ક્રિયાકાંડના રાગમાં તેઓ બિચારા જિંદગી વેડફી નાખે છે!।। ૨૮૧।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૫, પાના નં-૩૫૩)
આત્મા જ્ઞાયક સ્વભાવી વસ્તુ છે. અને આ શ૨ી૨-પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો છે તે જડ છે. તથા એક એક વિષયને જે ખંડ
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com