________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૨૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર ૫૨માં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી, તેથી જાણના૨ને જ જાણે છે એ બેસતું નથી.।। ૨૭૫ ।।
(ગુજરાતી આત્મધર્મ મે ૧૯૮૪, પૂ. ગુરુદેવશ્રીનો બોલ નં-૧૨ )
અહીં તો કહે છે–ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન લોકલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભુત વ્યવહાર છે. ભગવાન ! તું ૫૨ને જાણતો જ નથી.।। ૨૭૬।।
(પૂ. ગુરુદેવશ્રીના પ્રવચન, શ્રી પ્રવચનસાર ગાથા-૧૧૪ ઉ૫૨અધ્યાત્મ પ્રવચન રત્નત્રય. પાનું-૧૩૯ )
આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પને જાણવા ઉપયોગ મૂકવો એ વાત જ કયાં રહી?
પોતે પોતાને જાણે છે, એમ કહેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે. ખરેખર જ્ઞાયક તે જ્ઞાયક જ છે તે નિશ્ચય છે. જૈનદર્શનથી ઝીણું બહુ!।। ૨૭૭।।
(ગુજરાતી આત્મધર્મ માર્ગ ૧૯૮૧ માંથી ઉતારો )
જ્ઞાનીને સમયે સમયે Àય સંબંધી પોતાના જ્ઞાનની પ્રસિદ્ધિ છે, પરંતુ શેયની પ્રસિદ્ધિ નથી. અહા ! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે, પરંતુ શેય પણ જ્ઞાનને જાહેર કરે છે. આ સત્ની પરાકાષ્ટા
છે.।। ૨૭૮।।
(શ્રી અધ્યાત્મ પ્રણેતામાંથી ઉતારો ) પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાન સ્વભાવ
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com