________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
ભાવાર્થ- શુદ્ધનયની દષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરજ્ઞયો સાથે પરમાર્થ સંબંધ છે” એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી શ્રુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરૂણા કરીને આચાર્યદવ કહે છે કે-આ લોકો તત્ત્વથી કાં ગ્રુત થાય છે? ા ૨૭૧ાા
(શ્રી સમયસારજી, જયચરંજી કળશ-ર૧૫ નો ભાવાર્થ) સકળ ઇન્દ્રિયસમૂહના આલંબન વિનાનુ, અનાકુળ, સ્વહિતમાં લીન, શુદ્ધ, નિર્વાણના કારણનું કારણ (મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ ), શમ-દમ-યમનું નિવાસસ્થાન, મૈત્રી દયાદમનું મંદિર (ઘર)-એવું આ શ્રી ચંદ્રકીર્તિ મુનિનું નિરૂપમ મન (ચૈતન્ય પરિણમન) વંધ છે. ૨૭ર ..
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૦૪)
* ઇન્દ્રિયજ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com