________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૨૪ વિનાનું), અંતર્મુખાકાર (અર્થાત્ અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું ) સમસ્ત ઇન્દ્રિય સમૂહુથી અગોચર નિરંજન નિજ-પરમતત્વમાં અવિચળ સ્થિતિ રૂપ (એવું જે ધ્યાન) તે નિશ્ચય શુકલધ્યાન છે. આ સામગ્રી વિશેષો સહિત (આ ઉપર્યુક્ત ખાસ આંતરિક સાધન સામગ્રી સહિત ) અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે, તેને ખરેખર પરમ સમાધિ છે.// ર૬૯
(શ્રીનિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, ગાથા-૧૨૩ ટીકા)
અન્વયાર્થ- જે સર્વ સાવધમાં વિરત છે, જે ત્રણ ગુસિવાળો છે અને જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ- અહીં (આ ગાથામાં), જે સર્વસાવધ વ્યાપારથી રહિત છે, જે ત્રિગુપ્તિ વડે ગુપ્ત છે અને જે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારથી વિમુખ છે, તે મુનિને સામાયિક વ્રત સ્થાયી છે એમ કહ્યું છે.
અહીં (આ લોકમાં) જે એકેન્દ્રિયાદિ પ્રાણીસમૂહને કલેશના હેતુભૂત સમસ્ત સાવધના વ્યાસંગથી વિમુક્ત છે, પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત કાય-વચન-મનના વ્યાપારના અભાવને લીધે ત્રિગુપ્ત (ત્રણ ગુતિવાળો) છે અને સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયોને યોગ્ય વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇન્દ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગસંયમીને ખરેખર સામાયિક વ્રત શાશ્વત-સ્થાયી છે. ર૭Oા (શ્રી નિયમસારજી, કુંદકુંદાચાર્ય-પદ્મપ્રભમલધારિદેવ, ગાથા-૧૨૫)
* હું પરને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com