________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી છે, એવું આ અના-ચૈતન્યમય સહજ તત્ત્વ અત્યંત જયવંત છે. | ૨૬૭ના
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૫૬) જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશદ-વિશદ (અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાંખ્યા છે અને જેણે ઇન્દ્રિયસમૂહુનો કોલાહલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે.ર૬૮
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૬૩) ટીકા- અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત સ્વરૂપ ) કહ્યું છે.
સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી-ટકાવી-જોડી રાખે છે તે અધ્યાત્મ છે. અને એ અધ્યાત્મ તે તપ છે. સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃ ક્રિયાના અધિકરણભૂત આત્માને-કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણેકાળે (અનાદિકાળથી અનંતકાળ સુધી) નિરૂપાધિક છે તેને-જે જીવ જાણે છે, તે જીવની પરિણતિવિશેષ તે સ્વઆત્માશ્રિત નિશ્ચય ધર્મધ્યાન છે. ધ્યાન-ધ્યેયધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (અર્થાત્ એવા વિકલ્પો
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com