________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૧૮ જ્ઞાન તો બરાબર શુદ્ધ જીવનું સ્વરૂપ છે. તેથી (અમારો) નિજ આત્મા હુમણાં ( સાધકદશામાં) એક (પોતાના) આત્માને નિયમથી (નિશ્ચયથી) જાણે છે. અને જો તે જ્ઞાન પ્રગટ થયેલી સહજ અવસ્થા વડે સીધું (પ્રત્યક્ષપણે) આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચળ આત્મસ્વરૂપથી અવશ્ય ભિન્ન ઠરે. ૨૫૫
(શ્રી નિયમસાર કળશ-૨૮૬) વળી એવી રીતે (અન્યત્ર ગાથા દ્વારા ) કહ્યું છે કે “(ગાથાર્થ) જ્ઞાન જીવથી અભિન્ન છે તેથી તે આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો તે જીવથી ભિન્ન ઠરે.” || રપ૬/
(શ્રી નિયમસાર કળશ-૨૮૬ પછી) જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત (જુદું) ઠરે.. ૨૫૭ના
(શ્રી નિયમસાર ગાથા-૧૭) શ્રી કુંદકુંદાચાર્યજી) ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહું નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમયભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
એ જ પ્રમાણે ગાથામાં “અધર્મ' શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન અને સ્પર્શન-એ સોળ શબ્દો મૂકી સોળ
* હું જાણનાર અને લોકાલોક શેય - એવું કોણે કહ્યું? *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com