________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૧૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
રે ! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદો-જિન કહે. ૩૯૮
ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે ધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, ધર્મ અન્ય છે, એમ જિનદેવો કહે છે.।। ૨૪૮।।
(શ્રી સમયસાર ગાથા-૩૯૮ )
णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णंधम्मं जिणा बेंति ।। ३९९ ।। અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદો-જિન કહે. ૩૯૯
અધર્મ ( અર્થાત્ અધર્માસ્તિકાય ) જ્ઞાન નથી કારણકે અધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે અધર્મ અન્ય છે-એમ જિનદેવો કહે છે.।। ૨૪૯।।
( શ્રી સમયસાર–ગાથા-૩૯૯)
कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि । तम्हा अणणं णाणं अणणं कालं जिणा बेंति ।। ४०० ।। રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદો-જિન કહે. ૪૦૦
કાળ જ્ઞાન નથી કારણ કે કાળ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, કાળ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૫૦।।
(શ્રી સમયસારજી ગાથા-૪૦૦)
* ઇન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com