________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૧૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं बुद्धिविसमागदं दव्वं ।। ३८१ । । एयं तु जणिऊणं एवसमं णेव गच्छदे मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ।। ३८२ ।। શુભ કે અશુભ જે ગુણ તે ‘તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, બુદ્ધિગોચર ગુણને;।। ૩૮૦।। શુભ કે અશુભ જે દ્રવ્ય તે ‘તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચ૨ દ્રવ્યને..।।૩૮૧।। -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે ! શિવ બુદ્ધિને પામેલ નહિ એ ૫૨ ગ્રહણ ક૨વા ચહે.. ।। ૩૮૨ ।।
અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે ‘તું મને જાણ '; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલાં ગુણને ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે ‘તું મને જાણ '; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલાં દ્રવ્યને ગ્રહવા જતો નથી.
આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવબુદ્ધિને ( કલ્યાણકારી બુદ્ધિને, સમ્યગ્નાનને) નહીં પામેલો પોતે ૫૨ને ગ્રહવાનું મન કરે છે.।। ૨૩૯।।
(શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી સમયસાર, ગાથા-૩૮૦ થી ૩૮૨ )
* એક ભાવકભાવ, એક જ્ઞેયનોભાવ - તેનાથી જુદો હું શાયકભાવ *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com