________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૧૧૦ અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે “તું મને જ; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) રૂપને ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભગંધ તને એમ નથી કહેતી કે “તું મને સૂધ; અને આત્મા પણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે “તું મને ચાખ'; અને આત્મા પણ રસના-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી. ર૩૭IT
(શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી સમયસાર, ગાથા-૩૭૬ થી ૩૭૮) असुहो सुहो व फासो ण तं भणदि फुससु मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं कायविसयमागदं कासं।। ३७९ ।। શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને... ૩૭૯ાા
અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે “તું મને સ્પર્શ'; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), કાયાના (સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. ર૩૮ાા
(શ્રી કુંદકુંદાચાર્ય, શ્રીસમયસાર, ગાથા-૩૭૯) असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ म ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ।। ३८०।।
* પરમાત્મા કહે છે - “મારા લક્ષે દુર્ગતિ થશે*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com