________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
આકુળતારૂપ છે, તેથી હૈય છે.।। ૨૨૪।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૮૯ માંથી )
સર્વકાળ જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ સ્વપર સંબંધી સમસ્ત શૈયવસ્તુને એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદસક્તિ જેવી છે તેવી જાણે છે. એક વિશેષ-જ્ઞાનના સંબંધથી જ્ઞેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, નિશ્ચયથી એમ જ છે. દષ્ટાંત કહે છે-ચાંદની-નો પ્રસાર ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે-જેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે; તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે.।। ૨૨૫।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૨૧૬માંથી )
'
૫રદ્રવ્યરૂપ શેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શકતાં નથી. માટે જ્ઞાયક ૫૨ દ્રવ્યોને જાણે છે' એમ વ્યવહા૨થી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે.।। ૨૨૬।।
(
(શ્રી સમયસારજી કળશ-૨૧૪ ભાવાર્થમાંથી ) જેમ ખડી પરની (ભીંત આદિની ) નથી, ખડી તે તો ખડી જ છે, તેમ જ્ઞાયક (જાણનારો આત્મા ) પ૨નો ( ૫દ્રવ્યનો ) નથી, જ્ઞાયક તે તો જ્ઞાયક જ છે. જેમ ખડી ૫૨ની નથી, ખડી તે તો ખડી જ છે, તેમ દર્શક (દેખનારો આત્મા) ૫૨નો નથી, દર્શક તે તો દર્શક જ છે.।। ૨૨૭ાા
(શ્રી સમયસારજી ગાથા-૩૫૬-૩૫૭ નો અર્થ )
* હું ધર્માદિને જાણું છું - તે અધ્યવસાન છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com