________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી બુદ્ધિ ઉપજે છે કે કાષ્ટનો અગ્નિ, છાણાનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે, અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાનચેતના પ્રકાશ માત્ર છે, સમસ્ત જ્ઞયવસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે, જાણતું થયું જ્ઞયાકાર પરિણમે છે; તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઉપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદવિકલ્પ બધા જૂઠા છે; જ્ઞયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-એવા વિકલ્પ ઉપજ્યા છે, કારણ કે સૅયવસ્તુ નાના પ્રકારે છે; જેવા શેયનો જ્ઞાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે-આવો અનુભવ શુદ્ધસ્વરૂપનો અનુભવ છે; નિશ્ચયથી એમ જ છે.) રર૦ના
(શ્રી સમયસાર કળશટીકા કળશ-૧૪૦ માંથી) વળી કેવું છે? જીવનો સ્વભાવ સ્વ-પર જ્ઞાયક છે એમ વિચારતાં સમસ્ત જ્ઞયવસ્તુના અતીત-અનાગત-વર્તમાનકાળગોચર પર્યાય એક સમયમાત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબરૂપ છે; વસ્તુને સ્વરૂપસત્તામાત્ર વિચારતાં “શુદ્ધજ્ઞાનમાત્ર’ એમ શોભે છે. ભાવાર્થ આમ છે કે વ્યવહારમાત્રથી જ્ઞાન સમસ્ત શેયને જાણે છે, નિશ્ચયથી જાણતું નથી, પોતાના સ્વરૂપમાત્ર છે, કેમકે શેય સાથે વ્યાપ્ય-વ્યાપક રૂપ નથી. ર૨૧
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-ર૭૪ માંથી) ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રમાં શુદ્ધ જીવનું સ્વરૂપ નિઃસંદેહુપણે કહ્યું છે. વળી કેવું છે? જ્ઞાનમાત્ર શુદ્ધજીવ વડે
* ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com