________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
નિશ્ચયથી મુનિવરોને જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે, કેવું છે જ્ઞાન? જે બાહ્ય રૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં કાંઈ વિશેષ પણ છે. તે કહે છે–વિદ્યમાન જે સમ્યગ્દષ્ટિ મુનીશ્વર શુદ્ધસ્વરૂપના અનુભવમાં મગ્ન છે તે સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને આસ્વાદે છે. ૨૧૪TI
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૦૪ માંથી) ભાવાર્થ આમ છે-ય જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે. (૧) એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે-કેવળી સકળ શેયવસ્તુને દેખું-જાણે છે, પરંતુ કોઈપણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધજ્ઞાન ચેતના કહેવાય છે સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન ચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી.
(૨) બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે. અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં વૈષ કરે છે, અરુચિ કરે છે, ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુદ્ધ ચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. !! ર૧૫TT
(શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૧૧૬માંથી) આ સમસ્ત અધિકારમાં નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? આત્માના શુદ્ધસ્વરૂપનો અનુભવ સૂકમ કાળમાત્ર પણ વિસારવાયોગ્ય નથી. શા કારણે ? કારણકે શુદ્ધસ્વરૂપનો
* ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણતું નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com