________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૬
પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડો અને મનના સંકલ્પ-વિકલ્પો તોડી જ્ઞાનાનંદસ્વભાવમાં એકાગ્ર થવું-સ્થિર થવું તે પરમાત્મપ્રાપ્તિનો ઉપાય છે.।। ૧૯૮।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૦ ભાવાર્થ )
જે પરમાત્મા છે તે જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે; તેથી હું જ મારા વડે ઉપાસવાયોગ્ય છું, બીજો કોઈ (ઉપાસ્ય ) નથી, એવી વસ્તુસ્થિતિ છે. ।। ૧૯૯।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૧, શ્રી પૂજ્યપાદસ્વામી )
મને-મારા આત્માને પંચેન્દ્રિયોના વિષયોથી હટાવીને મારા જ વર્ડ-પોતાના જ આત્મા વડે હું મારામાં સ્થિત પરમાનંદથી નિવૃત્ત (રચાયેલાં ) જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રાપ્ત થયો છું.।। ૨૦૦।।
(શ્રી સમાધિતંત્ર-ગાથા-૩૨, શ્રી પૂજ્યપાદસ્વામી )
જે જ્ઞાનનો ઉપયોગ રાગાદિ વિકારોમાં તથા પરપદાર્થોમાં રોકાય છે તે જ્ઞાન નથી, પણ જે જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત થાય છે તે જ વાસ્તવિક જ્ઞાન છે-આત્મતત્ત્વ છે; માટે તે ઉપાદેય છે.
જે ઉપયોગ પરમાં જ અટકેલો રહેવાથી આત્મ-સન્મુખ વળતો નથી, તે ૫૨ના વલણવાળું તત્ત્વ છે, આત્માના વલણવાળું તત્ત્વ નથી, તેનાથી સંસાર છે, માટે તે હેય છે.।। ૨૦૧।।
(શ્રી સમાધિતંત્ર, ગાથા-૩૬ ના વિશેષ માંથી )
જે એટલે શરીરાદિ બાહ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા હું દેખું છું તે મારાં નથી-મારું સ્વરૂપ નથી, પણ ભાવેન્દ્રિયોને બાહ્ય વિષયોથી
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે ૫૨ને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com