________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૯૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
રોકી જે ઉત્કૃષ્ટ અતીન્દ્રિય આનંદમય જ્ઞાન-જ્યોતિને અંતરંગમાં હું દેખું છું–તેનો અનુભવ કરું છું, તે મારું વાસ્તવિક સ્વરૂપ હો!।। ૨૦૨ ।। (શ્રી સમાધિતંત્ર, ગાથા-૫૧નો અર્થ, શ્રી પૂજ્યપાદસ્વામી ) જે એટલે શરીરાદિકને હું ઇન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી અર્થાત્ મારું સ્વરૂપ નથી. તો તારું રૂપ શું? તે ઉત્તમ જ્યોતિ હોજ્યોતિ એટલે જ્ઞાન અને ઉત્તમ એટલે અતીન્દ્રિય-તથા આનંદમય એટલે ૫૨મ પ્રસન્નતા (પ્રશાંતિ )થી ઉત્પન્ન થયેલા સુખથી યુક્ત (છે) એવા પ્રકારની જે જ્યોતિને (જ્ઞાનપ્રકાશને ) અંતરંગમાં હું જોઉં છું–સ્વસંવેદનથી હું અનુભવું છું, તે મારું સ્વરૂપ અસ્તુ-હો. હું કેવો થઈને જોઉં છું? ઇન્દ્રિયોને સંયમિત કરીને (બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને રોકીને અને પોતે સ્વાધીન થઈને) અર્થાત્ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને (હું જોઉં છું). ૨૦૩।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૫૧ ટીકા, શ્રી પ્રભાચંદ્રજી ) ઇન્દ્રિયો દ્વારા જે શરીરાદિ બાહ્ય પદાર્થો દેખાય છે તે હું નથી. તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતીન્દ્રિય આનંદમય જ્ઞાનજ્યોતિ છે. જ્યારે હું ભાવ-ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને અર્થાત્ બાહ્ય વિષયોથી હઠાવીને અંતર્મુખ થાઉં છું, ત્યારે હું જ્ઞાનસ્વરૂપ આત્માને જોઈ શકું છું-સ્વસંદેવનથી અનુભવી શકું છું.।। ૨૦૪।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૫૧નો ભાવાર્થ ) જેના ચિત્તમાં આત્મસ્વરૂપની નિશ્ચલ ધારણા છે તેની એકાંતે એટલે નિયમથી મુક્તિ થાય છે. જેને આત્મસ્વરૂપમાં નિશ્ચલ ધારણા નથી તેની અવશ્યપણે મુક્તિ થતી નથી. ।। ૨૦૫ ।।
( શ્રી સમાધિતંત્ર ગાથા-૭૧, શ્રી પૂજ્યપાદસ્વામી )
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com