________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૫ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
જેના-શુદ્ધાત્માસ્વરૂપના-અભાવે હું સૂતો પડી રહ્યો હતોઅજ્ઞાન અવસ્થામાં હતો, વળી જેના-શુદ્ધાત્મસ્વરૂપના-સર્ભાવમાં હું જાગી ગયો-યથાવત્ વસ્તુસ્વરૂપને જાણવા લાગ્યો, તે-તે શુદ્ધાત્મસ્વરૂપ ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય, વચનોથી અગોચર અને સ્વાનુભવગમ્ય છે; તે હું છું. // ૧૯૫ //
(શ્રી સમાધિતંત્ર ગાથા-૨૪, શ્રી પૂજ્યપાદસ્વામી) સર્વ ઇન્દ્રિયોને રોકીને સ્થિર થયેલા અંતરાત્મા દ્વારા ક્ષણમાત્ર જોનારને-અનુભવ કરનાર જીવને જે-ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે તે પરમાત્માનું સ્વરૂપ છે./ ૧૯૬I
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૦, શ્રી પૂજ્યપાદસ્વામી) પોતપોતાના વિષયમાં જતી–પ્રવર્તતી-કોણ (પ્રવર્તતી)? સર્વ ઈન્દ્રિયો, એટલે પાંચ ઈન્દ્રિયો, તેને રોકીને-નિરોધીને, ત્યારબાદ સ્થિર થયેલા અંતરાત્મા વડ એટલે મન વડે જે સ્વરૂપ ભાસે છે, શું કરતાં? ક્ષણવાર જોતાં-ક્ષણમાત્ર અનુભવતાં-અર્થાત્ બહુ કાળ સુધી મનને સ્થિર કરવું અશકય હોવાથી થોળાકાળ સુધી મનનો નિરોધ કરીને દેખાતા–જે ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે, તે તત્ત્વતદ્રુપતસ્વસ્વરૂપ પરમાત્માનું છે. ૧૯૭૫
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૦ ની ટીકા, શ્રી પ્રભાચંદ્રજી ) સર્વ ઇન્દ્રિયોના વિષયમાં ભમતી–પ્રવર્તતી ચિત્તવૃત્તિને રોકીને અર્થાત્ અંતર્જલ્પાદિ સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને, ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં સ્થિર કરવો; તે આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમાત્મસ્વરૂપનો પ્રતિભાસ થાય છે.
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com