________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૪ ઇન્દ્રિયોરૂપ ધારોથી અર્થાત્ ઇન્દ્રિયોરૂપ મુખથી બહારના પદાર્થોના ગ્રહણમાં રોકાયેલો હોવાથી તે બહિરાત્મા-મૂઢાત્મા છે. તે આત્મજ્ઞાનથી પરમુખ અર્થાત્ જીવસ્વરૂપના જ્ઞાનથી બહિર્ભત છે. તેવો થયેલો તે (બહિરાભા) શું કરે છે? પોતાના દેહને આત્મારૂપે માને છે અર્થાત પોતાનું શરીર તે જ હું છું એવી મિથ્યામાન્યતા કરે છે. ૧૯૧ .
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭ ની ટીકા, શ્રી પ્રભાચંદ્રજી) શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે જ સંસારના દુઃખનું કારણ છે; તેથી તેને-શરીરમાં આત્મબુદ્ધિને–છોડીને તથા બાહ્ય વિષયોમાં ઇન્દ્રિય પ્રવૃત્તિને રોકીને અંતરંગમાં-આત્મામાં પ્રવેશ કરવો. ૧૯૨TI
(શ્રી સમાધિતંત્ર ગાથા-૧૫ નો અર્થ, શ્રી પૂજ્યપાદસ્વામી)
હું અનાદિકાળથી આત્મસ્વરૂપથી શ્રુત થઈને ઇન્દ્રિય દ્વારા વિષયોમાં પતિત થયો, તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મનેપોતાને હું તે જ છું-આત્મા છું, એમ મેં ઓળખ્યો નહીં. ૧૯૩ાા
(શ્રી સમાધિતંત્ર ગાથા-૧૬ શ્રી પૂજ્યપાદસ્વામી) જ્ઞાન પરપદાર્થોને જાણે છે-એમ કહેવું તે પણ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્મા પોતાને જાણતાં સમસ્ત પરપદાર્થો જણાઈ જાય છે એવી જ્ઞાનની નિર્મળતા-સ્વચ્છતા છે. ૧૯૪૫
(શ્રી સમાધિતંત્ર ગાથા-૨) ના વિશેષમાંથી)
* મહારાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com