________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી વ્યાવૃત થયેલા આત્માને (-કે જે એકલા ઉપયોગ માત્ર આત્મામાં સુનિશ્ચિતપણે વસે છે તેને-) ઉપરક્તપણાનો અભાવ હોય છે. તે અભાવથી પૌદ્ગલિક પ્રાણોની પરંપરા અટકે છે. આ રીતથી પૌદ્ગલિક પ્રાણોનો ઉચ્છેદ કરવાયોગ્ય છે. ૧૮૨
( શ્રી પ્રવચનસાર ગાથા-૧૫૧ નો ભાવાર્થ) (વ્યવહારથી કહેવામાં આવતા એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ “જીવો માં) ઈન્દ્રિયો જીવો નથી; અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. ૧૮૩ાા
(શ્રી પંચાસ્તિકાય, ગાથા-૧૨૧, શ્રી કુંદકુંદાચાર્ય) આ વ્યવહારજીવત્વના એકાંતની પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને માત્ર વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી એમ અહીં સમજાવ્યું છે ) જે આ એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, “જીવો” કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુગલનો પરસ્પર અવગાહુ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા (-જીવને મુખ્યતા અર્પીને) “જીવો” કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ ઇન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની શસિરૂપે પ્રકાશનું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૧૮૪
(શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૨૧ ની ટીકા)
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com