SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૦ અને તેથી ફરીફરી દ્રવ્યપ્રાણોનો સંબંધ થયા કરે છે.।। ૧૭૯।। (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૫૦ નો ભાવાર્થ ) હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ સમજાવે છેઃ- જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે ? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.)।। ૧૮૦।। (શ્રી પ્રવચનસાર ગાથા-૧૫૧ અન્વયાર્થ, શ્રી કુંદકુંદાચાર્ય ) ખરેખર પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ પૌદ્ગલિક કર્મ જેનું કારણ (-નિમિત્ત) છે એવા ઉ૫૨ક્તપણાનો અભાવ છે. અને તે અભાવ જે જીવ સમસ્ત ઇન્દ્રિયાદિક પદ્રવ્યો અનુસાર પરિણતિનો વિજયી થઈને, (અનેક વર્ણોવાળા ) આશ્રય અનુસાર સઘળી પરિણતિથી વ્યાવૃત્ત થયેલાં સ્ફટિકમણિની માફક, અત્યંત વિશુદ્ધ ઉપયોગમાત્ર આત્મામાં એકલામાં, સુનિશ્ચિતપણે વસે છે, તે જીવને હોય છે. આ અહીં તાત્પર્ય છે કે -આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહાર જીવત્વના હેતુભૂત પૌગલિક પ્રાણો આ રીતે ઉચ્છદવા યોગ્ય છે.।। ૧૮૧।। (શ્રી પ્રવચનસાર ગાથા-૧૫૧ ની ટીકા ) જેમ અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ અનુસાર જે ( સ્ફટિકમણિનું ) અનેકરંગી પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિને ઉપરક્તપણાનો અભાવ છે, તેમ અનેક પ્રકારના કર્મ, ઇન્દ્રિયો ઇત્યાદિ અનુસાર જે (આત્માનું) અનેક પ્રકારનું વિકારી પરિણમન તેનાથી તદ્દન * ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. * Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy