________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પદ્ગલિક કર્મફળને (મોહી-રાગ-દ્વેષી જીવ મોહરાગદ્વેષ-પૂર્વક) ભોગવતો થકો ફરીને પણ અન્ય પૌલિક કર્મો વડે બંધાય છે, તેથી (૧) પૌદ્ગલિક કર્મના કાર્ય હોવાને લીધે અને (૨) પૌગલિક કર્મના કારણ હોવાને લીધે પ્રાણો પૌગલિક જ નિશ્ચિત (નક્કી) થાય છે. તે ૧૭૬ II
( શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૮ ટીકા) - હવે પ્રાણોને પૌલિક કર્મનું કારણ પણું ( અર્થાત્ પ્રાણો પૌગલિક કર્મના કારણ કઈ રીતે છે તે) પ્રગટ કરે છે:- જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના (-સ્વ જીવના તથા પર જીવના) પ્રાણોને બાધા કરે છે, તો પૂર્વે કહેલો જ્ઞાનવર્ણાદિક ક વડે બંધ થાય છે. આ ૧૭૭
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૯ શ્રી કુંદકુંદાચાર્ય અન્વયાર્થ)
પ્રથમ તો પ્રાણોથી જીવ કર્મફળને ભોગવે છે; તેને ભોગવતો થકો મોહ તથા વૈષને પામે છે; મોહ તથા હૃષથી સ્વજીવ અને પરજીવના પ્રાણોને બાધા કરે છે. ત્યાં, કદાચિત્ (કોઈવાર) પરના દ્રવ્યપ્રાણોને બાધા કરીને અને કદાચિત્ (પરના દ્રવ્યપ્રાણોને) બાધા નહીં કરીને, પોતાના ભાવપ્રાણોને તો ઉપરક્તપણાનડે (અવશ્ય) બાધા કરતો થકો, (જીવ) જ્ઞાનાવરણાદિ કર્મો બાંધે છે. આ પ્રમાણે પ્રાણો પૌગલિક કર્મોના કારણપણાને પામે છે. IT ૧૭૮TT
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૯ ની ટીકા) દ્રવ્યપ્રાણોની પરંપરા ચાલ્યા કરવાનું અંતરંગ કારણ અનાદિ પુદ્ગલકર્મના નિમિત્તે થતું જીવનું વિકારી પરિણમન છે. જ્યાં સુધી જીવ દેહાદિક વિષયોમાં મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી, ત્યાં સુધી તેના નિમિત્તે ફરી ફરી પુદ્ગલકર્મ બંધાયા કરે છે
* ઈન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com