________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૮૮ જીવતો હતો, તે જીવ છે. આમ છતાં પ્રાણો તો પુદ્ગલદ્રવ્યોથી નિષ્પન્ન છે. તે ૧૭ર /
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૭, કુંદકુંદાચાર્ય) (વ્યુત્પત્તિ પ્રમાણે) પ્રાણસામાન્યથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે. એ રીતે (પ્રાણસામાન્ય) અનાદિ સંતાનરૂપે (પ્રવાહરૂપે) પ્રવર્તતા હોવાને લીધે (સંસારદશામાં) ત્રણેકાળ ટકતા હોવાથી પ્રાણસામાન્ય જીવન જીવત્વના હેતુ છે જ. તથાપિ તે (પ્રાણસામાન્ય) જીવનો સ્વભાવ નથી કારણ કે પુદ્ગલદ્રવ્યથી નીપજેલાં રચાયેલાં છે. આ ૧૭૩ાા
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૭ ની ટીકા, શ્રી અમૃતચંદ્રાચાર્ય)
ભાવાર્થ:- જો કે નિશ્ચયથી જીવ સદાય ભાવપ્રાણથી જીવે છે, તોપણ સંસારદશામાં વ્યવહારથી તેને વ્યવહાર જીવત્વના કારણભૂત ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવતો કહેવામાં આવે છે. આમ છતાં તે દ્રવ્યપ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યથી બનેલા છે. IT ૧૭૪T
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૭ નો ભાવાર્થ) હવે પ્રાણોનું પૌલિકપણું સિદ્ધ કરે છે:- મોહાદિકકર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થયો થકો કર્મફળને ભોગવતાં અન્ય કર્મો વડે બંધાય છે. આ ૧૭૫T
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૮ શ્રી કુંદકુંદાચાર્ય) (૧) મોહાદિક પૌગલિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થાય છે અને (૨) પ્રાણોથી સંયુક્ત થવાને લીધે.
* ઇન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com