________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૮૬ ભાવાર્થ- ઇન્દ્રિયજન્ય જ્ઞાન, એક વિષયને વિષય કરીને વળી તેને છોડી બીજા જ વિષયને વિષય કરે છે પણ એક સાથ ભિન્ન સમયવર્તી વિષયોને વિષય કરતું નથી. તેથી તે ક્રમવર્તી જ છે પણ અક્રમવર્તી નથી. ૧૬૬ ા
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ, ગાથા-૮૩૬, ૮૩૭) અન્વયાર્થ- સમવ્યાતિ હોવાથી અભિન્નની માફક એ બન્નેની એટલે અર્થથી અર્થાતરગતિ અને યોગસંક્રાંતિની આવી વૃત્તિ (પલટના) અવશ્ય થાય છે કે આ યોગસંક્રાંતિ તે ઇન્દ્રિયજ્ઞાન હોય ત્યારે જ થાય છે પણ અતીન્દ્રિય જ્ઞાનમાં થતી નથી. યોગસંક્રાંતિ હોય ત્યારે જ અર્થથી અર્થાતરરૂપ ગીત થાય છે અને તે સિવાય અર્થાતરગતિ થતી નથી, અર્થાત્ યોગસંક્રાંતિ થતા અર્થાતરગતિ ન થાય એમ બની શકતું નથી, અને અર્થાતરગતિ થતાં યોગસંક્રાંતિ ના થાય એમ પણ બની શકતું નથી તેથી યોગસંક્રાંતિ અને અર્થની અર્થાન્તરગતિમાં સમવ્યાતિ હોવાથી એક પ્રકારની અદ્વૈત (એકતા)
છે.
ભાવાર્થ- યોગસંક્રાંતિ અને ઇન્દ્રિયજ્ઞાન એટલે અર્થથી અર્થાતરગતિ એ બન્નેમાં પરસ્પર સમવ્યામિ છે; અર્થાત્ જ્યાં જ્યાં યોગસંક્રાંતિ હોય છે ત્યાં ત્યાં જ્ઞાન સંબંધી અર્થાતરગતિ પણ હોય છે અથવા જ્યાં જ્યાં ઇન્દ્રિયજ્ઞાનની અર્થાતરગતિ હોય છે ત્યાં ત્યાં યોગસંક્રાંતિ પણ અવશ્ય હોય છે, કારણ કે એ બન્ને પરસ્પર એકબીજાના અભાવમાં રહી શકતા નથી તેથી એ બન્નેની વ્યાતિને સમવ્યાતિ દર્શાવી છે. 7 ૧૬૭
( શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૮૩૮)
*ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com