________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી લાયોપથમિક જ્ઞાનના યોગસંક્રાંતિરૂપ વિકલ્પપણામાં ઘણો મોટો તફાવત છે. એ જ વિષયનો આગળ ખુલાસો કરવામાં આવે છે.૧૬૪
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ, ગાથા-૮૩૩) અન્વયાર્થ- સ્વ તથા અપૂર્વ અર્થને વિશેષ ગ્રહણ કરવો એ જ્ઞાનનું લક્ષણ છે. અર્થ એક છે, તથા આત્માને જે ગ્રહણ કરવો તે આકાર કહેવાય છે, અને એ જ સવિકલ્પતા ક્ષાયિકજ્ઞાનમાં હોય છે.
ભાવાર્થ- કેવળજ્ઞાનમાં જ્ઞાનગુણ તો “સ્વ” શબ્દથી ગ્રહિત થાય છે તથા જ્ઞાન વિના બાકીના અનંત ગુણો “અપૂર્વાર્થ” શબ્દથી ગ્રહિત થાય છે. અને “ગ્રહણ” શબ્દથી આકારનો બોધ થાય છે, એ પ્રમાણે જ્ઞાન દ્વારા પોતાના અનંતા ગુણોના ગ્રહણને “સ્વાપુર્વાર્થ ગ્રહણાત્મક આકાર” અથવા સવિકલ્પતા કહે છે. (જુઓ અધ્યાય-૨ ગાથા-૩૯૨ થી ૩૯૮). ૧૬૫ !
(શ્રી પંચાધ્યાયી, ઉતરાર્ધ ગાથા-૮૩૪) અન્વયાર્થ- ઇન્દ્રિયજન્યજ્ઞાન તો કોઈપણ ઠેકાણે યોગસંક્રાંતિ વિના થતું નથી કારણ કે-ઈન્દ્રિયજન્યજ્ઞાનની ક્ષણમાં પણ અર્થથી અર્થાતરરૂપ સંક્રાંતિ થયા કરે છે.
ભાવાર્થ- ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં અર્થથી અર્થાતરરૂપ પલટના થતી જ રહે છે તેથી ઈન્દ્રિયજન્યજ્ઞાન સંક્રાંતિ સહિત હોય છે, કદી પણ તે સંક્રાંતિ વિના થતું નથી.
અન્વયાર્થ- તથા એ ઇન્દ્રિયજ્ઞાન ક્રમવર્તી છે પણ અજમવર્તી નથી. કારણ કે તે એક વ્યક્તિને એટલે એક વિવક્ષિત અર્થને છોડી અન્ય અર્થને વિષય કરવા લાગે છે.
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com