________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૮૪ અન્વયાર્થ:- બુદ્ધિપૂર્વક રાગ ક્ષાયોપથમિક જ્ઞાનની સાથે અવિનાભાવ સંબંધ રાખે છે. કારણ કે-અજ્ઞાત (નહીં જાણેલા અર્થમાં આકાશપુષ્પની માફક રાગભાવ થતો નથી.
ભાવાર્થ- ક્ષાયોપથમિક જ્ઞાન અને બુદ્ધિપૂર્વકનો રાગ સહ્યોગ છે. જાણેલી વસ્તુ પ્રત્યે રાગભાવ થાય છે પણ નહીં જાણેલી વસ્તુ સંબંધી આ વસ્તુ સારી છે.' એવો રાગભાવ થતો નથી તેથી ક્ષાયોપથમિક જ્ઞાનની સાથે છબસ્થોને રાગાદિકની પ્રવૃત્તિ હોય છે તે સિવાય નહીં. એ પ્રમાણે રાગના કારણથી જ્ઞાનમાં અર્થાતરરૂપ પરિવર્તન થયા કરે છે તે જ્ઞાનનું સ્વરૂપ નથી પણ રાગક્રિયા છે. ૧૬૩ાા
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ ગાથા-૯૦૧ થી ૯૦૬ ) અન્વયાર્થી- પોતાના લક્ષણની અપેક્ષાએ ક્ષાયિક જ્ઞાનમાં જે વિકલ્પપણું છે તે એક અર્થથી અન્ય અર્થના વિષયમાં મન-વચનકાયયોગની-સંક્રાંતિરૂપ વિકલ્પ શબ્દના અર્થની અપેક્ષાએ નથી.
ભાવાર્થ- જ્ઞાનગુણ સાકાર છે અને બાકી ના ગુણો નિરાકાર છે, જ્ઞાન ગુણના સાકારરૂપ હોવાથી જ તેના દ્વારા વસ્તુનું વસ્તુપણું તથા નિજસ્વરૂપ પણ જાણી શકાય છે, તથા અન્ય જેટલા કોઈ ગુણોનો ઉલ્લેખ કરવામાં આવે છે તે સર્વ, એ બધા ગુણોનો વિકાસ થવાથી આ જ્ઞાનગુણમાં થવાવાળી એ વિકાસોનો અવિનાભાવી પર્યાયોના ઉલ્લેખથી જ તે બાકીના ગુણોનું નિરૂપણ કરી શકાય છે, એ પ્રકારનું જ્ઞાનનું સ્વલક્ષણભૂત સવિકલ્પપણું તો ક્ષાયિકજ્ઞાનમાં પણ હોય છે. પરંતુ અર્થથી અર્થાતરાકાર યોગ સંક્રાંતિરૂપ સવિકલ્પપણું ક્ષાયિકજ્ઞાનમાં નથી. જ્ઞાનનાં લક્ષણભૂત વિકલ્પપણામાં અને
* ઈન્દ્રિયજ્ઞાન દુ:ખરૂપ છે, દુઃખનું કારણ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com