________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
ભાવાર્થ- ક્ષાયોપથમિક જ્ઞાન જે પ્રત્યેક અર્થપરિણામી થતું રહે છે તે પ્રત્યેક અર્થપરિણામી થવું એ કાંઈ જ્ઞાનનું સ્વરૂપ નથી પરંતુ તે જ્ઞાનની સાથે થવાવાળી રાગપરિણતિનું સ્વરૂપ છે. આગળ તેનો જ ખુલાસો કરવામાં આવે છે.
અન્વયાર્થ- જેમ કે જે જ્ઞાન પ્રત્યેક અર્થ તરફ મોહયુક્ત, રાગયુક્ત અને દ્વેષયુક્ત થયા કરે છે તે જ જ્ઞાનનું પ્રત્યેક અર્થ સંબંધી પરિણામીપણું છે.
ભાવાર્થ- સંસારી જીવોને જ્ઞાનની જે રાગદ્વેષાદિ અનુસાર પ્રવૃત્તિ થઈ રહી છે તે જ જ્ઞાનનું પ્રત્યર્થપરિણામીપણું છે, અને તે પ્રત્યર્થપરિણામીપણાને જ્ઞાનનો સ્વલક્ષણભૂત વિકલ્પ કહી શકતા નથી પરંતુ એ તો રાગની ક્રિયા છે, ક્ષાયોપથમિક જ્ઞાન અને બુદ્ધિપૂર્વક રાગાદિનો છઠ્ઠી ગુણસ્થાન સુધી માત્ર સહભાવ ( સાથે રહેવું) હોય છે, તેથી એ ઉપચારથી તેને અર્થસંક્રાંતિરૂપ વિકલ્પ સહિત કહી દેવું એ બીજી વાત છે, પરંતુ વાસ્તવમાં અર્થસંક્રાંતિરૂપ વિકલ્પપણાને જ્ઞાનનો ધર્મ કહી શકાતો નથી.
અન્વયાર્થ- સ્વસંવેદન પ્રત્યક્ષ વડે આ પૂર્વોક્ત કથન સિદ્ધ થાય છે, કારણ કે-જેમ રાગી પુરુષનું રાગ સહિત જ્ઞાન, આકુલિત થાય છે તેમ મુનિનું થતું નથી.
ભાવાર્થ- ઉપરોક્ત આ કથન સ્વાનુભવથી પણ સિદ્ધ થાય છે, કારણ કે-જેવું રાગીનું જ્ઞાન ચંચળ રહે છે તેવું વીતરાગી મુનિનું રહેતું નથી.
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com