________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૮૨
સ્વલક્ષણભૂત લક્ષણ નથી. જુઓ ૯૦૧ ગાથા. ।। ૧૬૨।। (શ્રી પંચાધ્યાયી ગાથા-૮૩૨, પાંડે રાજમલજી )
‘વિકલ્પ ’ શબ્દના બે અર્થ થાય છે. એક તો આકાર, નિશ્ચય વ્યવસાય, અને સ્વ-પરપ્રકાશકતા તથા બીજો-અર્થથી અર્થાત૨રૂપ થવાવાળી સંક્રાંતિ, તેમાંથી આકાર અને વ્યવસાયરૂપ વિકલ્પ તો જ્ઞાનનું સ્વલક્ષણ છે. તેથી અહીં તેનું ખંડન કર્યું નથી, પરંતુ યોગસક્રાંતિ અનુસાર છદ્મસ્થ જ્ઞાનીઓના જ્ઞાનમાં જે અર્થથી અર્થાતરાકારરૂપ પણિમન થાય છે. તે પરીક્ષા કરતાં સમ્યગ્દર્શનની માફક સભ્યાનમાં પણ સિદ્ધ નથી થતું, કારણ કે તે જ્ઞાનનું સ્વરૂપ નથી, પરંતુ જ્ઞાનની સાથે થવાવાળી રાગ ક્રિયાનું સ્વરૂપ છે. હવે આગળ એ જ અર્થનો ખુલાસો કરવામાં આવે છે.
અન્વયાર્થ:- તથા જે આ વિષયમાં કોઈ સ્થૂળ ઉપચારદષ્ટિ પુરુષોએ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનમાં સવિકલ્પપણું કહ્યું છે તેથી અહીં આ ઉપચારનું જે કારણ છે તેને જ ખરેખર આ સમયે કહે છે.
ભાવાર્થ:- કોઈ કોઈ આચાર્યોએ સ્થૂળ ઉપચારદષ્ટિથી સમ્યગ્દષ્ટિઓને સરાગ સમ્યક્ત્વ અને તેમના સમ્યજ્ઞાનમાં અર્થસંક્રાંતિરૂપ સવિકલ્પપણું કહ્યું છે તે માત્ર ઉપચારથી જ કહ્યું છે તેથી હવે એ ઉપચારના પ્રયોજનને અહીં કહે છે:
અન્વયાર્થ:- જે ક્ષાયોપશમિક જ્ઞાનને અર્થથી અર્થાંતરને વિષય કરવાના કારણથી સવિકલ્પ માનવામાં આવે છે તે વાસ્તવમાં જ્ઞાનનું સ્વરૂપ નથી પરંતુ નિશ્ચયથી તે જ્ઞાનની થવાવાળી રાગની ક્રિયા છે.
* હું ૫૨ને જાણું છું - તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com