________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૮૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ક્ષાયોપશમિક જ્ઞાનના વિકલ્પનું સ્વરૂપ.
અન્વયાર્થ:- (યોગસંતિ:) યોગની પ્રવૃત્તિના પરિવર્તનને (વિજ્ઞ: ) વિકલ્પ કહે છે. (અર્થાત્) અર્થાત્ ( જ્ઞેયાર્થાત) એક જ્ઞાનના વિષયભૂત અર્થથી ( જ્ઞેયાર્થાતરસંત્ત: ) બીજા વિષયાંતરપણાને પ્રાસ થવાવાળી ( સ: ) જે ( જ્ઞેયાહાર:) શૈયાકારરૂપ (જ્ઞાનસ્ય પર્યાય:) જ્ઞાનની પર્યાય છે. ( સવિત્વ) તે વિકલ્પ કહેવાય છે.
ભાવાર્થ:- મન, વચન, કાયયોગની સંક્રાંતિના કારણે વિષયથી વિષયાંતરરૂપ જે જ્ઞાનની પ્રવૃત્તિ (વ્યાપાર ) થાય છે તેને વિકલ્પ કહે છે.।। ૧૬૧।।
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ ગાથા-૮૩૧)
અન્વયાર્થ:- વાસ્તવમાં ઇન્દ્રિય વિષયોને અવલંબીને ઉત્પન્ન થવાવાળી તે સવિકલ્પ જ્ઞાનની પર્યાય ક્ષાયોપમિક છે, કારણ કે અતીન્દ્રિય-ક્ષાયિક-કેવળજ્ઞાનમાં સંક્રાંતિ પણ થતી નથી, (તેથી તેમાં યોગના અવલંબનથી કોઈ પ્રકારના પરિવર્તનરૂપ વિકલ્પનો પણ સંભવ નથી.)
ભાવાર્થ:- યોગસંક્રાંતિરૂપ વિકલ્પનો માત્ર ક્ષયોપશમજન્ય ઇન્દ્રિયજનિત જ્ઞાનમાં જ સંભવ છે, કારણ કે–સ્વભાવિક અતીન્દ્રિય ક્ષાયિકજ્ઞાનમાં સંક્રાંતિ નહીં હોવાથી ત્યાં તે યોગસંક્રાંતિરૂપ વિકલ્પ પણ હોતો નથી, આ ઉપરથી જ આ અભિપ્રાય સમજવો જોઈએ કે જ્ઞાનનું એ પ્રમાણે સવિકલ્પરૂપ થવું એ તેનું નૈમિત્તિક સ્વરૂપ છે પણ વાસ્તવિક નથી તેથી તે વાસ્તવમાં સમ્યક્તત્વનું સ્વરૂપ બની શકતું નથી. ( ‘ વિકલ્પ ’ વિશેષ ક્ષાયોપશમિક જ્ઞાનને લાગુ પડે છે પણ જ્ઞાનસામાન્યનું તે
* ૫૨ને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com