________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૭૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
વેદના૨ ( જાણનાર, અનુભવનાર) પરમ જિનયોગીશ્વર શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી કહે છે, તેને ખરેખર દૂષણ નથી. ।। ૧૫૫ ।।
( શ્રી નિયમસાર ગાથા-૧૬૬ ટીકા શ્રી પદ્મપ્રભમલધારિદેવ )
पश्यत्यात्मा सहजपरमात्मानमेकं विशुद्धं स्वान्तः शुद्धयावसथमहिमाधारमत्यन्तधीरम् स्वात्मन्युच्चैविचलतया तस्मिन्नैव प्रकृतिमहति
(નિશ્ચયથી ) આત્મા સહજ પરમાત્માને દેખે છે-કે જે પરમાત્મા એક છે, વિશુદ્ધ છે, નિજ અંતઃ શુદ્ધિનું રહેઠાણ હોવાથી ( કેવળજ્ઞાન-દર્શનાદિ ) મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચલ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે; સ્વભાવથી મહાન એવા તે આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી જ (અર્થાત નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખાવારૂપ વ્યવહાર વિસ્તાર નથી જ). ।। ૧૫૬।।
सर्वदान्तर्निमग्नं व्यावहारप्रपंच: ।। २८२ ।।
(શ્રી નિયમસાર કળશ-૨૮૨ શ્રી પદ્મપ્રભમલાધારી દેવ દ્વિતીય આવૃતિ, સને ૧૯૭૪, વિક્રમ સંવત-૨૦૩૦)
યમીઓને આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ થાય છે. -કે જે આત્મલબ્ધીએ જ્ઞાનજ્યોતિ વડે ઇન્દ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન દાવાનળની શિખાજાળનો નાશ કરવા માટે તેના પર સતત શમજલમયીધરાને ઝડપથી છોડે છે, વસાવે છે.।। ૧૫૭।।
(શ્રી નિયમસાર કળશ ૧૮૬, પદ્મપ્રભમલધારી દેવ )
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર જ્ઞેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com