________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૭૮
સ્વસ્વરૂપસંચેતન જેનું લક્ષણ છે એવા પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ હોવાને લીધે, આત્મા નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યચમત્કારમૂર્તિ રહે છે.।। ૧૫૨।।
(નિયમસાર ગાથા-૧૬૫ ટીકા પદ્મપ્રભમલધારિદેવ ) નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક જ્ઞાન છે; જેણે બાહ્ય આલંબન નષ્ટ કર્યું છે એવું (સ્વપ્રકાશક) જે સાક્ષાત્ દર્શન તે-રૂપ પણ આત્મા છે. એકાકાર નિજરસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન ) છે એવો આત્મા સદા પોતાના નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે.।। ૧૫૩।।
(શ્રી નિયમસારજી, કળશ-૨૮૧, પદ્મપ્રભમલધારિદેવ ) (નિશ્ચયથી ) કેવળીભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહીં-એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી ).।। ૧૫૪।।
(શ્રી નિયમસાર, કુંદકુંદાચાર્યદેવ, ગાથા-૧૬૬) આ શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શન ( ૫૨ દેખવાનું ) ખંડન છે.
જો કે વ્યવહા૨થી એક સમયમાં ત્રણકાળ સંબંધી પુદ્દગલાદિ દ્રવ્યગુણપર્યાયોને જાણવામાં સમર્થ સકળ-વિમળ કેવળજ્ઞાનમયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે, તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, ૫૨મ નિરપેક્ષપણાને લીધે નિઃશેષપણે ( સર્વથા ) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપપ્રત્યક્ષ માત્ર વ્યાપારમાં લીન એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે (પરંતુ લોકાલોકને નહીં )–એમ જે કોઈપણ શુદ્ધ અંતઃતત્ત્વનો
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે.
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com