________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૭૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
સજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું– દર્શન, સુખ વગેરે-૫૨ છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન સ્વને તેમ જ ૫૨ને જાણે છે.।। ૧૪૯।।
(શ્રી નિયમસારજી, ગાથા-૧૫૯, શ્રી પદ્મપ્રભમલધારિદેવ ) જ્ઞાન, દર્શન ધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. સકળ ઇન્દ્રિયસમૂહુરૂપી હિમને (નષ્ટ કરવા) માટે સૂર્યસમાન એવો સમ્યગ્દષ્ટિ જીવ તેમાં જ (જ્ઞાન, દર્શન ધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિ પામે છે-કે જે મુક્તિ પ્રગટ થયેલી સહજ અવસ્થારૂપે સુસ્થિત છે. ।। ૧૫૦।।
(શ્રી નિયમસારજી કળશ. ૨૭૯ શ્રી પદ્મપ્રભમલધારિદેવ ) નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચયનયથી આત્મા સ્વપ્રકાશક છે. તેથી દર્શન સ્વપ્રકાશક છે.।। ૧૫૧।। (શ્રી નિયમસા૨, શ્રી કુંદકુંદાચાર્ય-ગાથા-૧૬૫ )
આ નિશ્ચયનયથી સ્વરૂપનું કથન છે.
અહીં નિશ્ચયનયથી શુદ્ધજ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશકપણું કહ્યું છે; તેવી રીતે સર્વ આવરણથી મુક્ત શુદ્ધદર્શન પણ સ્વપ્રકાશક જ છે. આત્મા ખરેખર, તેણે સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડયો હોવાથી, સ્વપ્રકાશકસ્વરૂપ લક્ષણથી લક્ષિત છે; દર્શન પણ, તેણે બહિર્વિષયપણું છોડયું હોવાથી સ્વપ્રકાશકત્વ પ્રધાન જ છે. આ રીતે સ્વરૂપ પ્રત્યક્ષલક્ષણથી લક્ષિત અખંડ-સહજશુદ્ધ જ્ઞાનદર્શનમય હોવાને લીધે, નિશ્ચયથી, ત્રિલોક-ત્રિકાળવર્તી સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્ય, ગુણ પર્યાયરૂપ વિષયો સંબંધી પ્રકાશ્ય-પ્રકાશકાદિ વિકલ્પોથી અતિ દૂર વર્તતો થકો,
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com