________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૭૬ એક સમયે જાણે છે અને દેખે છે; શુદ્ધનિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વજ્ઞ વીતરાગને, પરદ્રવ્યના ગ્રાહકત્વ, દર્શકત્વ, જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળધ્યાનમાં અભાવરૂપ હોવાથી (?), તે ભગવાન ત્રિકાળ-નિરૂપાધિ, નિરવધિ (અમર્યાદિત), નિત્યશુદ્ધ એવા સજજ્ઞાન અને સહજદર્શન વડે નિજ કારણપરમાત્માને, પોતે કાર્યપરમાત્મા હોવા છતાં પણ, જાણે છે અને દેખે છે. કઈ રીતે? આ જ્ઞાનનો ધર્મ તો, દીવાની માફક,
સ્વપરપ્રકાશપણું છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ-દીવો (કથંચિત્ ) ભિન્ન હોવા છતાં સ્વયં પ્રકાશ સ્વરૂપ હોવાથી સ્વ અને પરને પ્રકાશ છે; આત્મા પણ જ્યોતિ સ્વરૂપ હોવાથી વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળરૂપ પરને તથા સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્માને પોતાને) પ્રકાશ
છે.
હવે “સ્વાશ્રિતો નિશ્ચય:' (નિશ્ચય સ્વાશ્રિત છે) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, (જ્ઞાનને) સતત નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ સ્વપરપ્રકાશપણું છે જ. (તે આ પ્રમાણે)-સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમજ ભિન્ન પ્રયોજનથી) ઓળખતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ) ભિન્ન નથી; આ કારણને લીધે આ (સહજજ્ઞાન) આત્મગત (આત્મામાં રહેલાં ) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે અને આત્માને-કારણપરમાત્માના સ્વરૂપને પણ જાણે છે.
(સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને જાણતાં એના બધા ગુણ પણ જણાઈ જ જાય છે હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદ–અપેક્ષાએ જોઈએ તો
* જ્ઞાની એમ માને છે કે - હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com