________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૭૪ વિશેષોનો અજાણ હોવાથી તે બંધાતો નથી, પરંતુ વિમુક્ત થાય છે.
ટીકા - સ્વાત્મ-તત્ત્વમાં સ્થિર થયેલો યોગી, જ્યારે બીજે ઠેકાણે જતો નથી–પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે તે સ્વાભાથી ભિન્ન શરીરાદિના વિશેષોથી અર્થાત્ સૌંદર્ય-અસૌંદર્યાદિ ધર્મોનો અનભિજ્ઞ (અજાણ) રહે છે, અર્થાત્ તે જાણવાને અભિમુખ (ઉત્સુક) થતો નથી અને તે વિશેષોથી તે અજ્ઞાત હોવાથી તેમાં તેને રાગ-દ્વેષ ઉત્પન્ન થતો નથી; તેથી તે કર્મોથી બંધાતો નથી. ત્યારે શું થાય છે? વિશેષ કરીને (ખાસ કરીને) વ્રતાદિ અનુષ્ઠાન (આચરણ) કરનારાઓ કરતા તે અતિરેકથી તેમનાથી (કર્મોથી) મુક્ત થાય છે. ૧૪૪
(શ્રી ઇષ્ટોપદેશ, ગાથા-૪૪, અન્વયાર્થ, ટીકા) કોનું, કેવું, કયાં, કહીં, -આદિ વિકલ્પ વિહીન, જાણે નહીં નિજ દેહને, યોગી આતમ-લીન. ૪રા
અન્વયાર્થ-યોગપારયણ (ધ્યાનમાં લીન) યોગી, આ શું છે? કેવું છે? કોનું છે? શાથી છે? કયાં છે? ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહીં કરતો થકો પોતાના શરીરને પણ જાણતો નથી (–તેને પોતાના શરીરનો પણ ખ્યાલ રહેતો નથી). ૧૪૫ /
(શ્રી ઈબ્દોપદેશ ગાથા-૪૨) દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ, ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧ાા
* જ્ઞાની એમ માને છે કે – હું જીભથી ચાખતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com