________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી કે તે જ્ઞાતિમાં બીજા કરણ (સાધન)નો અભાવ છે. (સ્વયં આત્મા જ જ્ઞાતિનું સાધન છે.) તે આત્મા સ્વ-પર શરિરૂપ હોવાથી (અર્થાત્ તે સ્વયં સ્વને અને પરને પણ જાણતો હોવાથી તેને (તેનાથી ભિન્ન) અન્ય કરણનો (સાધનનો) અભાવ છે. માટે ચિંતાને છોડી સ્વ-સંવિત્તિ (એટલે સ્વસંવેદન) દ્વારા જ તેને જાણવો જોઈએ”.
આત્મા સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ છે. અર્થાત્ સ્વપરપ્રકાશક છે. તે સ્વયં પોતાને જાણતાં પર જણાઈ જાય છે, તેથી જાણવા માટે તેને બીજા કારણોની (સાધનોની) આવશ્યકતા રહેતી નથી.
સ્વસંવેદનમાં જ્ઞતિ-ક્રિયાની નિષ્પત્તિ માટે બીજું કોઈ કરણ અથવા સાધકતમ હેતુ નથી, કારણ કે આત્મા સ્વયં સ્વ-પરજ્ઞતિરૂપ છે. માટે કારણોતરની(બીજા કારણની) ચિંતા છોડી સ્વ-શક્તિ દ્વારા જ આત્માને જાણવો જોઈએ. ૧૪૨
(શ્રી ઇષ્ટોપદેશ, પં. આશાધરજી ટીકા, ગાથા–૨૨) તે વખતે (સમાધિકાલમાં) આત્મામાં આત્માને જ દેખનાર યોગીને બાહ્યમાં પદાર્થો હોવા છતાં પરમ એકાગ્રતાના કારણે (આત્મા સિવાય) અન્ય કોઈપણ ભાસતું નથી” (માલૂમ પડતું નથી)., ૧૪૩ (શ્રી ઇષ્ટોપદેશમાંથી ઉદ્દધૃત્ત પાનું-૯૩, તત્ત્વાનુશાસન, શ્લોક-૧૭ર
માં છે) વિશેષોથી અજ્ઞાત રહી, નિજરૂપમાં લીન થાય, સર્વ વિકલ્પાતીત તે, છૂટે, નહીં બંધાય. ૪૪
અન્વયાર્થ:- (બીજે ઠેકાણે) નહીં જતો (અન્યત્ર પ્રવૃત્તિ નહીં કરતો યોગી) તેના વિશેષોનો (અર્થાત્ દેહાદિના વિશેષોનો સૌંદર્ય, અસૌંદર્યાદિ ધર્મોનો ) અનભિન્ન રહે છે (તેનાથી અજાણ રહે છે) અને
* જ્ઞાની એમ માને છે કે - હું નાકથી સુંઘતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com